અઠવાડિયાનું કરિયાણું, આખા મહિનાની દવાઓ આવી જીવન જરૂરી સેવાઓ લોકડાઉનના સમય દરમિયાન પૂરી પાડવામાં આવી રહી છે. આખો દેશ 21 દિવસના લોકડાઉનનાં તાણમાં જીવી રહ્યો છે. પરંતુ જેઓ બીમારી, વૃદ્ધાવસ્થા, કે પછી નાના બાળકની સંભાળ રાખનાર એકલા વ્યક્તિ છે તેઓ જીવન જરૂરિયાત સમાન લેવા દુકાન કેવી રીતે જઈ શકે? આપણે ઘરેરહીને સામાજિક અંતર શા માટે પાળી રહ્યા છીએ તેના પુષ્કળ કારણો છે.
આમ છતાં, રોજબરોજની ખવાપીવાની વસ્તુઓ અને દવાઓની જરૂર આપણને દરેકને પડે છે. આપણી આ જરૂરતો પૂરી કરવા હજારો બહાદુર ડિલિવરી એજન્ટો પોતાનો જીવ જોખમમાં નાખીને સમયસર સમાન પહોચાડે છે. આવા ભારે કપરા સમયમાં તેમના અથાક પ્રયત્નો બદલ દરેક નાગરિકે તેમને સલામ કરવો જોઈએ.
આ જીવન જરૂરિયાતની સેવાઓ માટે કામ કરતાં લોકોનો આભાર વ્યક્ત કરતાં, Amazon, BigBasket, Grofers અને MedLife એ એક વિડિઓ રજૂ કર્યો છે જે આપણને યાદ દેવડાવે છે કે આપણે આવા બહાદુર એજન્ટોના નિસ્વાર્થ કામ બદલ કેટલા આભારી છીએ.
#HumSabEkSaath ના નારા સાથે, તેઓ ઘરે રહી સલામત રહીને આપણી ફરજ બજાવવાનું યાદ દેવડાવે છે. હાથ મિલાવી સાથે આવીને તેઓ ચિંતિત નાગરિકોને ખાતરી આપે છે કે તેઓ આપણાં માટે તાજા ખાધપદાર્થો, દવાઓ અને અન્ય જીવનાવશ્યક વસ્તુઓ તેમના ઘરના ઘરે પહોંચાડવાનું ચાલુ રાખશે. એકદમ ટૂંક સમયમાં તેમજ બધા સામાજિક અંતર ના નિયમો નું પાલન કરીને બનાવેલ આ વિડિઓ દરેકના હૃદયને અડી જાય એવો છે. કેમ? કારણ અંતે, આપણે એક દેશ, એક રાષ્ટ્ર છીએ અને સૌથી વધુ જરૂર હોય ત્યારે આપણા માટે કામ કરતાં બહાદુરોનો આપણે આભાર માનવો જોઈએ.
#TogetherforIndia નો વિડિઓ જોવા
અહીં ક્લિક કરો.