Home /News /business /7 દિવસમાં જ 252 ટકાનું છપ્પરફાડ રિટર્ન, આમીર-રણબીર સહિતનાની પણ આ IPOમાં ચાંદી-ચાંદી
7 દિવસમાં જ 252 ટકાનું છપ્પરફાડ રિટર્ન, આમીર-રણબીર સહિતનાની પણ આ IPOમાં ચાંદી-ચાંદી
7 દિવસમાં 252 ટકા રિટર્ન, લિસ્ટિંગ બાદ લાગી રહી છે સતત અપર સર્કિટ, આમિર-રણવીર જેવા દિગ્ગજો પણ થયા માલામાલ
Multibagger IPO: ડ્રોનાચાર્ય એરિયલ ઈનોવેશન્સ (DroneAcharya AI) નો શેર લિસ્ટિંગ પછી સતત અપર સર્કિટ લગાવી રહ્યો છે. કંપનીનો શેર હવે 252 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે જેમને IPOમાં આ શેર લાગ્યા છે તેમના 1 લાખના 2.72 લાખ રુપિયા બની ગયા છે.
Multibagger IPO- ડ્રોનઆચાર્ય ઇનોવેશન્સ (Dron Acharya AI)ના શેર લિસ્ટિંગના દિવસથી સતત અપર સર્કિટને હિટ કરી રહ્યાં છે. કંપનીના શેર આ સપ્તાહના છેલ્લા કોરાબારી દિવસે પણ 5%ની અપર સર્કિટમાં ટ્રેડ કરી રહ્યા છે અને રૂ. 136.60 પર પહોંચી ગયા છે. જણાવી દઈએ કે શુક્રવારે 23 ડિસેમ્બરે આ શેર બજારમાં લિસ્ટ થયો હતો. તેના શેરની કિંમત રૂ. 54 નક્કી કરવામાં આવી હતી. લિસ્ટિંગ બાદ આ શેર લગભગ 252 ટકા ઉપર પહોંચી ગયો છે. એટલે કે જે લોકોએ દાવ લગાવ્યો તેમના પૈસા સાત દિવસમાં બમણાથી વધુ થઈ ગયા છે.
આપને જણાવી દઈએ કે, શુક્રવારે બીએસઈ એસએમઈ (BSE SME)માં લિસ્ટેડ ડ્રોન સ્ટાર્ટઅપે પહેલા દિવસે પોતાના રોકાણકારોને લગભગ 100% નફો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે શંકર શર્મા પાસે આ કંપનીના 4.57 લાખ શેર છે. બ્લોકબસ્ટર લિસ્ટિંગ બાદ હવે તેમનું આશરે 2.45 કરોડ રૂપિયાનું રોકાણ બમણું થઈ ગયું છે. આ વર્ષની શરૂઆતમાં પ્રી-આઈપીઓ ફંડ રેઇઝિંગ રાઉન્ડમાં આમિર ખાને ડ્રોન આચાર્યના આશરે 25 લાખ રૂપિયાના 46,600 શેર ખરીદ્યા હતા. રણબીર કપૂરે 37,200 શેર ખરીદવા માટે લગભગ 20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તમામ પ્રી-આઈપીઓ રોકાણકારો માટે શેરની ખરીદીનો ભાવ 53.59 રૂપિયા પ્રતિ શેર હતો. તે મુજબ તેના દરેકના રોકાણકારોનો નફો બમણાથી વધુ થઈ ગયો છે.
તે પુણે સ્થિત ડ્રોન સ્ટાર્ટઅપ કંપની છે. Dron Acharya AIમાં 2022માં DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) સર્ટિફાઈડ RPTO (રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન) લાઇસન્સ મેળવ્યું હતું અને આવું કરનાર તે પ્રથમ કંપની હતી. માર્ચ 2022થી કંપનીએ 200થી વધુ ડ્રોન પાઇલટ્સને તાલીમ આપી છે.
એ વાતમાં કોઈ બે મત નથી કે ડ્રોન ઉદ્યોગ આગામી દિવસોમાં ઝડપથી ઉભરતો ઉદ્યોગ બની રહેશે. ડ્રોનઆચાર્ય એરિયલ ઇનોવેશન એવા ડ્રોન પર કામ કરી રહ્યું છે, જેની ટેક્નોલોજી દુનિયાની કેટલીક જ કંપનીઓ પાસે છે. આ એક એવું ડ્રોન હશે જે વિશ્વના કોઈપણ ખૂણામાં બેસીને સરળતાથી ઓપરેટ કરી શકાશે. ડ્રોન સૌથી દૂરના વિસ્તારોમાં પહોંચવાની ક્ષમતા ધરાવે છે. તે ઓછા માનવબળની જરૂરિયાત સાથે કામ કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર