ભારતની સૌથી મોંઘી 'કેરી', જેના નામે મળી રહ્યા છે બોન્ડ, તમે લગાવી શકો છો પૈસા

News18 Gujarati
Updated: June 1, 2019, 11:16 PM IST
ભારતની સૌથી મોંઘી 'કેરી', જેના નામે મળી રહ્યા છે બોન્ડ, તમે લગાવી શકો છો પૈસા
અલ્ફાંસો (હાફૂસ) કેરીની સંસ્થા (આંબા ઉત્પાદક સહકારી સંસ્થા)એ 50 હજાર રૂપિયાના મેન્ગો બોન્ડ જાહેર કર્યા છે

અલ્ફાંસો (હાફૂસ) કેરીની સંસ્થા (આંબા ઉત્પાદક સહકારી સંસ્થા)એ 50 હજાર રૂપિયાના મેન્ગો બોન્ડ જાહેર કર્યા છે

  • Share this:
દેશમાં જેવી ગરમી શરૂ થાય છે, તેવું જ એક ફળ ઝડપી આવવા લાગે છે અને તે છે ફળોના રાજા કેરી. કેરી બજારમાં આવતા જ રસિકોનો જીવ ભાટકે ચઢે છે. આવી જ ભારતની આ ખાસ કેરી જે દુનિયાભરના લોકોના મનને લલચાવવાવાળી બની ગઈ છે. જીહાં, અલ્ફાંસો(હાફૂસ)... તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, હવે આ કેરી માત્ર ખરીદી જ નહીં શકો પરંતુ તેમાં પૈસા લગાવી નફો પણ મેળવી શકશો.

અલ્ફાંસો (હાફૂસ) કેરીની સંસ્થા (આંબા ઉત્પાદક સહકારી સંસ્થા)એ 50 હજાર રૂપિયાના મેન્ગો બોન્ડ જાહેર કર્યા છે. આ એક પોતાની રીતે એક ખાસ બોન્ડ છે. તેમાં પૈસા લગાવનારને દર વર્ષે 10 ટકાના વ્યાજ (નફો) તરીકે 5 હજાર રૂપિયાની કેરી ઘરે બેઠા મળે છે. દેશભરમાંથી 200થી વધારે લોકો અત્યાર સુધીમાં આ મેન્ગો બોન્ડમાં રોકાણ કરી ચુક્યા છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લાની દેવગઢ અલ્ફાંસો કેરી દુનિયાભરમાં ખ્યાતી મેળવી ચુકી છે.

શું છે મેન્ગો બોન્ડ સ્કીમ

બિઝનેસ ન્યૂઝ પેપર લાઈવ મિંટમાં છપાયેલા સમાચાર અનુસાર, આંબા ઉત્પાદક સહકારી સંસ્થા આ બોન્ડ સ્કીમને ચલાવે છે. તેને જો સરળ શબ્દોમાં સમજીએ તો, તમારે એક વખત 50 હજાર રૂપિયા આપવાના રહેશે. ત્યારબાદ 5 વર્ષ સુધી તમને 5 હજાર રૂપિયાની કેરી મળશે. ત્યારબાદ તમારી મૂળ રકમ તમને પાછી મળી જશે.

- ન્યૂનત્તમ મેન્ગો બોન્ડ 50 હજાર રૂપિયાનો છે
- ત્યારબાદ રોકાણકાર 5000 રૂપિયાના ગુણકમાં રકમ વધારી શકે છે- રોકાણકાર 5 હજાર રૂપિયાની કેરી એક સાથે અથવા અલગ-અલગ અઠવાડીયામાં પણ લઈ શકે છે.
- આમાં 5 વર્ષનો લોક-ઈન પીરિયડ પણ છે
- પહેલી વખત મેન્ગો બોન્ડ 2011માં જાહેર કરવામાં આવ્યો હતો
- હવે મેન્ગો બોન્ડ્સ 2.0 વર્ઝન લોન્ચ કર્યું છે.
- મેન્ગો બોન્ડની યોજના હેઠળ કેરીની કિંમત પણ પાંચ વર્ષ માટે નક્કી થઈ જાય છે.
- રોકાણકારે જે કિંમત પર આ વર્ષે પૈસા લગાવ્યા છે, તેજ કિંમત પર તેને અગામી પાંચ વર્ષ સુધી કેરી મળતી રહેશે

દેશભરના 200થી વધારે લોકો અત્યાર સુધીમાં મેન્ગો બોન્ડમાં રોકાણ કરી ચુક્યા છે. આંબા ઉત્પાદક સહકારી સંસ્થાને ચલાવનાર ઓંકાર સપ્રે અનુસાર, મેન્ગો બોન્ડમાં રોકાણ કરનાર લોકોમાં મુબઈના જ નહીં. પરંતુ, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરૂના લોકો પણ છે. આ સંસ્થા સાથે લગભગ 700 ખેડૂત જોડાયેલા છે. સાથે જ, ઓનલાઈન કેરી વેચવાવાળી પહેલી સહકારી સંસ્થા છે.

કેમ શરૂ કરી સ્કીમ
સંસ્થાનું કહેવું છે કે, દેવગઢની પ્રખ્યાત કેરીના નામે ખોટી વસ્તુ વેચવામાં આવી રહી હતી. તેના કારણે અમારી નામ ખરાબ તઈ રહ્યું હતું. તેથી ઓનલાઈન કેરી વેચવાનો વિચાર આવ્યો અને કેરી ઉત્પાદક ખેડૂતોને એકત્રિત કરી આ સંસ્થા બનાવવામાં આવી.

મળી ચુક્યું છે જીઆઈ ટેગ
અલ્ફાંસો કેરીને ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગ આપ્યું છે. આ અલ્ફાંસોની પ્રમાણિકતાને વધુ મજબૂત કરે છે. તમને જણાવી દઈએ કે, કોઈ ક્ષેત્ર વિશેષના ઉત્પાદોની ઓળખને જીયોગ્રાફિલ ઈન્ડીકેશન સર્ટિફિકેશન આપવામાં આવે છે. આ લીસ્ટમાં ચંદેરીની સાડી, કાંજીવરમની સાડી, દાર્જિલીંગની ચા અને મલિહાબાદી કેરી સામેલ છે.
First published: June 1, 2019, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading