Home /News /business /આ IPOના રોકાણકારો માટે ખુશખબરી, લિસ્ટિંગ પર જ થશે આટલો નફો; GMPએ આપ્યા સંકેત
આ IPOના રોકાણકારો માટે ખુશખબરી, લિસ્ટિંગ પર જ થશે આટલો નફો; GMPએ આપ્યા સંકેત
લિસ્ટિંગ પર જ આ IPO કરાવશે નફો
રોકાણકારોએ IPOને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. જે રોકાણકારોએ આ IPOમાં રોકાણ કર્યું છે, તેઓ એલોટમેન્ટની રાહ જોઈ રહ્યા છે. GMP એટલે કે, ગ્રે માર્કેટ પ્રીમિયમના હિસાબથી જોવામાં આવે તો આ IPO લિસ્ટીંગના દિવસે ખૂબ જ સારો નફો કરાવશે.
નવી દિલ્હીઃ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ પ્રોવાઈડર એલિન ઈલેક્ટ્રોનિક્સના આરંભિક સાર્વજનિક નિર્ગમ IPOનું ક્લોઝિંગ થઈ ગયું છે. રોકાણકારોએ IPOને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. જે રોકાણકારોએ આ IPOમાં રોકાણ કર્યું છે, તેઓ એલોટમેન્ટની રાહ જોઈ રહ્યા છે. GMP એટલે કે, ગ્રે માર્કેટ પ્રીમિયમના હિસાબથી જોવામાં આવે તો આ IPO લિસ્ટીંગના દિવસે ખૂબ જ સારો નફો કરાવશે.
રિસ્પોન્સ
આંકડાઓ અનુસાર, કંપનીના 1,42,09,386 શેરના IPO પર 4,39,67,400 શેર માટે ખૂબ જ બોલી લગાવવામાં આવી છે. આ IPO હેઠળ રૂ. 175 કરોડના નવા શેર જાહેર કરવામાં આવ્યા છે અને 300 કરોડ રૂપિયાનું વેચાણ (OFS) રજૂ કરવામાં આવ્યું છે.
હાલમાં IPO માટે GMP રૂ. 22 છે. આ IPOની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 234થી રૂ. 247 હતી. GMPને અપર ઈશ્યૂ પ્રાઈસ અનુસાર જોવામાં આવે તો IPOની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 269 (રૂ. 247 + રૂ. 22) પર લિસ્ટીંગ થઈ શકે છે.
આ ઈશ્યૂમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે 50 ટકા શેર અનામત રાખવામાં આવ્યા છે. જ્યારે 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. બાકીના 35 ટકા શેર રિટેલ ઈન્વેસ્ટર્સને ફાળવવામાં આવશે. પ્રમોટર ગ્રુપ દ્વારા આ IPOમાં 121 કરોડના શેર વેચવામાં આવશે. કંપનીના પ્રમોટરોમાં વિજય કુમાર સેઠિયા, કિશોર સેઠિયા, ગૌરવ સેઠિયા, સુમિત સેઠિયા સામેલ છે. આ તમામ રૂ. 178.88 કરોડ રૂપિયાના શેર વેચશે. ફ્રેશ ઈશ્યૂમાંથી એકઠી થનારી રકમનો ઉપયોગ દેવું ચુકવવા, અપગ્રેડેશન માટે, મૂડી ખર્ચ માટે, ગાઝિયાબાદ અને ગોવામાં આવેલા હાલના પ્લાન્ટના વિસ્તરણ માટે તથા જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
એલિન ઈલેક્ટ્રોનિક્સ એલિન ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે અને તેને સેઠિયા પરિવાર દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. વર્ષ 1969માં એલિન ગ્રુપની મુખ્ય કંપની એલિન ઈલેક્ટ્રોનિક્સની સ્થાપના કરવામાં આવી હતી. દિલ્હીમાં આવેલ એલિન લાઈટીંગ પંખા અને રસોડાના નાના મોટા ઉપકરણની મુખ્ય બ્રાંડ માટે એંડ-ટૂ-એંડ પ્રોડક્ટની નિર્માતા છે. નાણાંકીય વર્ષ 2022માં એલિન ઇલેક્ટ્રોનિક્સે રૂ. 1093.75 કરોડની રેવન્યુ નોંધાવી હતી. કંપનીનો ચોખ્ખો નફો 34.86 કરોડથી વધીને રૂ. 39.15 કરોડ થયો હતો. તેના પોર્ટફોલિયોમાં એલઈડી લાઈટિંગ, પંખા અને સ્વિચ, નાના એપ્લાયન્સિસ, ફ્રેક્શનલ હોર્સપાવર મોટર્સ, મેડિકલ ડાયગ્નોસ્ટિક કાર્ટિજનો સમાવેશ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર