Home /News /business /

BigBazaar પર એક્સપાયરી ડેટ વાળો સામાન વેચવાનો આરોપ

BigBazaar પર એક્સપાયરી ડેટ વાળો સામાન વેચવાનો આરોપ

બિગ બાઝાર સ્ટોર્સ (પ્રતિકાત્મક તસવીર)

એક ફરિયાદીનું કહેવું હતું કે રાષ્ટ્રીય તહેવાર ઉપર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તે અંતર્ગત એક્સપાયર થયેલો માલ વેચવામાં આવ્યો હતો.

    દેશના સૌથી ચર્ચિત રિટેલ સ્ટોર ચેન બિગ બાઝાર પર વિવિધ પ્રોડક્ટ્સની ગણવત્તાને લઈને ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. બિગ બાઝાર પર આરોપ છે કે તે પોતાના સ્ટોર્સમાં એવો સામાન વેચે છે જે એક્સપાયર થઈ ગયો હોય છે.

    આવા આરોપ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ગાઝિયાબાદના કોતવાલી પોલીસ સ્ટેશન સ્થિત બિગ બાઝાર સ્ટોરી પર દરોડા કર્યા હતા. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ આ સામાનને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલશે અને ત્યાર બાદ રિપોર્ટના આધારે બિગ બાઝાર સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

    એક ફરિયાદીનું કહેવું હતું કે બિગ બાઝારમાં એક્સપાયરી ડેટ વાળો સામાન વેચવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તહેવાર ઉપર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તે અંતર્ગત એક્સપાયર થયેલો માલ વેચવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું કહેવું છે કે બિગ બાઝાર પાસેથી ખાદ્ય સેમ્પલ લેવામાં આવ્યા છે, તેને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. અમુક કેન્ડી પર પણ બે એક્સપાયરી અને મેન્યુફેક્ચરિંગ તારીખ જોવા મળી છે.

    આ રિપોર્ટ બાદ બિગ બાઝારમાં મીડિયાને પ્રવેશ માટે મનાઈ કરી દેવામાં આવી હતી. બિગ બાઝાર કર્મચારીનું કહેવું છે કે અહીં શૂટ કરવા માટે પહેલા બિગ બાઝારની મંજૂરી લેવી પડશે.

    નોંધનીય છે કે દેશના અનેક શહેરમાં બિગ બઝારના સ્ટાર્સ આવેલા છે. આ સ્ટોર્સમાં ઘરવખરીથી લઈને કપડાં સુધીનો સામાન મળે છે. દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ બિગ બાઝારના સ્ટોર્સમાં સૌથી મોટો સેલ હોય છે. આ દરમિયાન ગ્રાહકોને મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ સાથે અનેક ઓફર્સ પણ આપવામાં આવતી હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ghaziabad, ઉત્તર પ્રદેશ

    આગામી સમાચાર