માતા-પિતા બનનારા કર્મચારીઓને Zomato આપશે 26 સપ્તાહની રજા

News18 Gujarati
Updated: June 4, 2019, 1:26 PM IST
માતા-પિતા બનનારા કર્મચારીઓને Zomato આપશે 26 સપ્તાહની રજા
(Image: Reuters)

આ પોલિસી પુરુષ, સ્ત્રી ઉપરાંત દત્તક લેનારા અને સરોગેસીથી માતા-પિતા બનનારાઓ માટે પણ લાગુ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો પોતાના એવા કર્મચારીઓને 26 સપ્તાહની રજા આપશે, જે ભવિષ્યમાં માતા-પિતા બનવાના છે. તેનો ફાયદો એવા કર્મચારીઓને પણ મળશે જે ગત 6 મહિનામાં માતા-પિતા બન્યા છે.

કંપની આપશે એક હજાર ડોલર

આવા કર્મચારીઓને કંપની પોતાના તરફથી એક હજાર ડોલર (અંદાજિત 69, 262 રૂપિયા)ની રકમ પણ આપશે. કંપનીના સંસ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે આ જાહેરાત એક બ્લોગ પોસ્ટ દ્વારા કરી છે. ઝોમેટો વિશ્વના 13 દેશોમાં કાર્યરત છે.

આ કર્મચારીઓને પણ મળશે ફાયદો

કંપનીની આ નવી નીતિનો ફાયદો એવા કર્મચારીઓને પણ મળશે, જે સરોગેસી, દત્તક લેનારા અથવા તો સમલૈંગિક જોડાઓને બાળકના વાલી બને છે. ગોયલે કહ્યું છે કે જે દેશોમાં સરકારે તેને લઈને કોઈ પોલિસી બનાવી છે અને તેઓ વધુ રજા આપી રહ્યા છે તો પછી તેને લાગુ કરવામાં આવશે.

અનેક દેશોમાં લાગુ થઈ નીતિ
Loading...

ગોયલે કહ્યું કે વિશ્વના અનેક દેશોમાં આ નીતિ લાગુ થઈ ગઈ છે. જોકે, પહેલા તેનો લાભ માત્ર મહિલાઓને મળતો હતો, પરંતુ હવે તેમાં પુરુષોને પણ સામેલ કરવા જોઈએ. આવું એટલા માટે કરવું જોઈએ કારણ કે બાળકની શરૂઆતના દિવસોમાં સારસંભાળ માટે માતા-પિતા બંનેની જરૂર પડે છે.

આ પણ વાંચો, પાંચ વર્ષ પહેલા નોકરી છોડી તો, પીએફ ઉપાડવા પર લાગશે ટેક્સ
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...