Home /News /business /હ્યુન્ડાઇની નવી Santro લોન્ચ, જાણો કારનાં ફિચર્સ અને કિંમત

હ્યુન્ડાઇની નવી Santro લોન્ચ, જાણો કારનાં ફિચર્સ અને કિંમત

હ્યુન્ડાઇની સેન્ટ્રો કાર

હ્યુન્ડાઇની નવી સેન્ટ્રો ન્યૂ એજ ટેક્નોલોજીથી ભરપુર તેમાં 17.67 સેન્ટીમીટર (6.94 ઇંચ)ની ટચસ્ક્રીન ઓડિયો-વીડિયો સિસ્ટમ હશે

    મુંબઇ: હ્યુન્ડાઇએ મંગળવરે તેની નવી સેન્ટ્રો કાર લોન્ચ કરી દીધી છે. ટોલ બ્વોય દ્વારા નવી સેન્ટ્રો Dlite, Era, Magna, Asta અને Sportz વેરિએન્ટમાં આવશે. તેની બેઝિક પ્રાઇઝ 3,89,900 રૂપિયા હશે. ટોપ વેરિએન્ટ Santro Asta (MT)નો ભાવ 5,45,900 રૂપિયા હશે.

    કારમાં હશે 17.67 સેન્ટીમીટરની ટચસ્ક્રીન ઓડિયો-વીડિયો સિસ્ટમ - હ્યુન્ડાઇની નવી સેન્ટ્રો કાર ન્યૂ એજ ટેક્નોલોજીથી ભરપૂર હશે. તેમાં 17.67 સેન્ટીમીટર (6.94 ઇંચ)ની ટચસ્ક્રીન ઓડિયો-વીડિયો સિસ્ટમ હશે. ઓલ ન્યૂ સેનટ્‌રોમાં 4 સિલેન્ડર વાળી 1.1 લિટરની પેટ્રોલ મોટર હશે. આ હ્યુન્ડાઇનું પહેલું મોડલ હશે. જેમાં ઇન-હાઉસ ડેવલપ કરવામાં આવી છે. Smart Auto AMT ટેક્નોલોજી અને ફેક્ટ્રી તરફથી ફિટ કરવામાં આવેલી CNGનું ઓપ્શન મળશે. 1.1 લીટરનું પેટ્રોલ એન્જીન 69 bhpનું પાવર જનરેટ કરશે. કપંનીનો દાવો છે કે પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 20.3 કિમી પ્રતી લિટર હશે. તો CNG વેરિએન્ટ 30.5 Kmplનું માઇલેજ આપશે.

    7 કલર ઓપ્શનમાં આવશે નવી સેન્ટ્રો
    નવી સેનટ્‌રોમાં ડ્રાઇવર એરબેગ અને EBDની સાથે ABS હશે. હ્યુન્ડાઇ ડ્યુઅલ એરબેગ્સ અને ઇમ્પેક્ટ સેસિંગ ઓટો ડોર અનલોકનો પણ ઓપ્શન આપે છે. આ 3 વર્,/1,00,000 કિલોમીટરની વોરંટી અને 3 વર્ષનાં રોડ સાઇડ અસિસ્ટંટ્સની સાથે આવશે. નવી સેનટ્‌રો ઓઠોમેટેડ મેન્યુઅલ ટ્રાંસમિશન (AMT)ની સાથે આવશે. નવી સેન્ટ્રો ડ્યુઅલ શેડ કેબિનની સાથે 7 કલર ઓપ્શન (ઇંપીરિયલ બેઝ, મરીન બ્લૂ, ફાયરી રેડ, ટાયફૂન સિલ્વર, પોપ્યુલર વ્હાઇટ અને સ્ટાર ડસ્ટ)માં આવશે.

    13 દિવસમાં 23,500માં વધુ સેન્ટ્રોની ઓનલાઇન બુકિંગ
    નવી સેન્ટ્રો તેનાં સેગમેન્ટની પહેલી કાર હશે જેમાં Android Auto અને Apple CarPlayની સાથે ટચ સ્ક્રીન ઇન્ફો સિસ્ટમ, વોયસ રિકોગ્નાઇઝેશન, રેર AC વેંટ અને પાર્કિંગ કેમેરા જેવા ફિચર્સ હશે. નવી સેન્ટ્રોમાં શાર્પ કટ વાળી હેન્ડ લેમ્પ અને કારનાં ફ્રન્ટમાં નવી કેસ્કેડિંગ ગ્રિલ હશે. 13 દિવસમાં 23,500થી વધુ સેન્ટ્રો કારની ઓનલાઇન બૂકિંગ થઇ ગઇ છે. કંપનીનાં ડિલર 23 ઓક્ટોબર 2018થી નવી સેન્ટ્રોની બુકિંગ શરૂ કરશે. આપને જણાવી દઇએ કે ગત 16 વર્ષમાં 13.2 લાખથી વધુ સેન્ટ્રોનું વેચાણ થયુ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Features, Hyundai, Know about, New car, ટેકનોલોજી, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन