આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)એ ભારતમાં જન્મેલી અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને ચીફ ઈકોનમિસ્ટ નિયુક્ત કરી છે. IMFના એક નિવેદન અનુસાર, ગોપીનાથ મારીસ ઓબ્સ્ટફિલ્ડનું સ્થાન લેશે. ઓબ્સ્ટફિલ્ડ 2018ના અંતમાં સેવાનિવૃત થશે. ગીતા ગોપનાથ હાલમાં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર છે. ગોપીનાથ દુનિયાની સારી અર્થશાસ્ત્રીઓમાંથી એક છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ પણ છે.
ગીતા ગોપનાથનું IMFની ચીફ બનવું આશ્ચર્યની વાત નથી. કારણ કે, ગીતાએ અહીં સુધી પહોંચવા માટે ઘણી લાંબી સફર કરી છે.
ગોપીનાથે દિલ્હી વિશ્વ વિદ્યાલયથી બીએ અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટનથી એમએની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેણે અર્થશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી પ્રિંસટન વિશ્વવિદ્યાલયથી 2001માં મેળવી. ત્યારબાદ તેમણે શિકાગો વિશ્વ વિદ્યાલયમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર કામ કર્યું. વર્ષ 2005થી તે હાર્વર્ડમાં પ્રોફેસર છે.
આ સિવાય તે નેશનલ બ્યૂરો ઓફ ઈકોનોમિક્સ રિસર્ચમાં ઈન્ટરનેશનલ ફાયનાન્સ એન્ડ મેક્રોઈકોનોમિક્સ પ્રોગ્રામની સહ-નિર્દેશક છે, ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ બોસ્ટનમાં એક વિઝિટિંગ વિદ્વાન છે, ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્કની આર્થિક સલાહકાર પેનલની સભ્ય પણ છે. સાથે કેરળ રાજ્યના મુખ્યમંત્રીની આર્થિક સલાહકાર પણ છે.
તેમણે ભારતના નાણામંત્રી માટે જી-20 મામલા પર પ્રતિષ્ઠિત વ્યક્તિ સલાહકાર સમૂહના સભ્ય તરીકે પણ કામ કર્યું. 2017માં તે વોશિંગ્ટન વિશ્વ વિદ્યાલયથી વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર મળ્યો. 2014માં, તેને આઈએમએફ દ્વારા શિર્ષ 25 અર્થશાસ્ત્રીઓમાંથી એક નામ આપવામાં આવ્યું અને તેને 2011માં વિશ્વ આર્થિક મંચ દ્વારા યંગ ગ્લોબલ લીડરના રૂપમાં પસંદ કરવામાં આવી હતી.
ગીતાનો જન્મ કર્ણાટકના મૈસુરમાં થયો હતો. ગીતીના દાદા ગોવિન્દ નામ્બિઆર ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના ખુબ નજીકના માનવામાં આવતા હતા. તેમની દાદી પણ કમ્યુનિસ્ટ પાર્ટીના લીડર એ.કે. ગોપાલનની સંબંધી હતી. ગીતાએ લેડી શ્રીરામથી બીએનો અભ્યાસ કર્યો અને પછી ઈકોનોમિક્સમાં માસ્ટર્સ માટે દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ જતી રહી.
ગીતાના પતિ ઈકબાલ ધાલિવાલ પણ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છે, અને 1995 બેચના આઈએએસ ટોપર હતા. ઈકબાલ આઈએએસની નોકરી છોડી પ્રિંસટન ભણવા જતા રહ્યા. ગીતા પોતાના પતિ અને દીકરા સાથે કેમ્બ્રિજમાં રહે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર