કોણ છે RBI ગવર્નર પદથી રાજીનામું આપનારા ઉર્જિત પટેલ?

News18 Gujarati
Updated: December 10, 2018, 6:30 PM IST
કોણ છે RBI ગવર્નર પદથી રાજીનામું આપનારા ઉર્જિત પટેલ?
ઉર્જિત પટેલ (ફાઇલ ફોટો)

છેલ્લા થોડાક દિવસોથી આરબીઆઈના ગર્વનર ઉર્જિત પટેલ અને સરકારની વચ્ચેના ઘર્ષણ બાદ સતત આ ન્યૂઝ આવી રહ્યા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્ર સરકારની સાથે તણાવના અહેવાલોની વચ્ચે આખરે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું. તેમનો નિર્ણય અચાનક આવ્યો છે. એટલા માટે આશ્ચર્યમાં પણ મૂકનારો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી કે તેઓ સરકારના વલણ બાદ રાજીનામું આપી શકે છે.

ડો. ઉર્જિત પટેલ લગભગ બે વર્ષ આરબીઆઈના ગવર્નર રહ્યા. તેઓએ સપ્ટેમ્બર 2016માં રઘુરામ રાજનની સેવાનિવૃત્તિ બાદ આ પદ સંભાળ્યું હતું. તેમના પદ સંભાળવાના થોડા સમય બાદ જ દેશમાં નોટબંધીની જાહેરાત થઈ. આ અવસરે રિઝર્વ બેંકનું કામ ઘણું પડકારભર્યું હતું. પરંતુ થોડાક જ મહિનામાં તેમણે કરન્સી સંકટને સંભાળી લીધું.

દાદા નૈરાબી ચાલ્યા ગયા હતા

ઉર્જિત પટેલ રિઝર્વ બેંકના 24મા ગવર્નર હતા. તેમનો જન્મ નૈરોબીમાં થયો હતો. તેમના દાદા ગુજરાતથી નૈરાબી ચાલ્યા ગયા હતા. ત્યાં તેઓએ એક કેમિકલ ફેક્ટરી શરૂ કરી હતી.

પહેલા આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર
ઉર્જિત રવિન્દ્ર પટેલ ગવર્નર બન્યા પહેલાં ભારતીય રિઝર્વ બેંકમા ડેપ્યુટી ગવર્નર હતા. ડેપ્યુટી ગવર્નરના રૂપમાં તેઓ રિઝર્વ બેંકમાં 14 જાન્યુઆીર 2013ના રોજ આવ્યા હતા. તેઓએ ડેપ્યુટી ગવર્નર તરીકે અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કામ કર્યું. તેમને આર્થિક જગના એક્સપર્ટ માનવામાં આવે છે.આ પણ વાંચો, આખરે આરબીઆઈ ગર્વનર ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું, અંગત કારણનો હવાલો આપ્યો

ઉપ ગવર્નર તરીકે ખાસ ભૂમિકા રહી
ઉપ ગવર્નરના રૂપમાં તેમણે મોનેટરી પોલિસી સંબંધી એક્સપર્ટ સમિતિના અધ્યક્ષતા કરી. ભારતનું પ્રતિનિધિત્વ કરતાં તેઓએ બ્રિક્સ દેશોની સાથે અંતર-સરકાર સમજૂતી અને અંતર-કેન્દ્રીય બેંક કરાર (આઈસીબીએ)માં મુખ્ય ભૂમિકા નિભાવી.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ
ઉર્જિત પટેલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી અભ્યાસ કર્યો. ત્યારબાદ તે 1986માં યેલ વિશ્વીવિદ્યાલયમાં 1990માં તેઓએ એક કેન્યાના નાગરિક તરીકે આંતરરાષ્ટ્રીય કરન્સી કોષમાં સામેલ થયા. તેઓએ 1990માં આઈએમએફમાં પણ કામ કર્યું. આઈએમએફની સાથે તેમનો કાર્યકાળ 1995 સુધી રહ્યો.

સરકાર સાથે ઘર્ષણ બાદ રાજીનામાની શક્યતા હતી
છેલ્લા થોડાક દિવસોમાં આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ અને સરકારની વચ્ચે ઘર્ષણ બાદ સતત એવા અહેવાલા આવી રહ્યા હતા કે તેઓ રાજીનામું આપી શકે છે. કેન્દ્ર સરકારે લગભગ એક ડઝન માંગોને લઈને 10 ઓક્ટોબર સુધી આરબીઆઈને ત્રણ પણ મોકલ્યા હતા.
First published: December 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading