આર્થિક તંગી સામે લડી રહેલી પ્રાઇવેટ એરલાઇન જેટ એરવેઝ આજ રાતથી કંપનીમાં તાળા લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાતે 10.30 વાગ્યે જેટ એરવેઝની છેલ્લી ફ્લાઇટ ઉડી શકે છે. આ પાછળ મુખ્ય કારણ કંપનીને લેણદારાએ 400 કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફંડ આપવાની મનાઇ કરી છે. ફંડની ઉણપને કારણે એરલાયન્સ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. જેટ એરવેઝની છેલ્લી ફ્લાઇટ અમૃતસર માટે ટેક ઓફ કરશે.
બેંકોએ છેલ્લી આશા પર પણ પાણી ફેરવ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંકોએ ઇમરજન્સી ફંડિંગની માગ ફગાવી દીધી છે. જ્યાં સુધી કંપનીની નિલામી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બીજી વધારાની લોન નહીં મળે. જેટને વધુ લોન આપવા બેંકોએ મનાઇ કરી છે. 25 વર્ષ જૂની એરલાયન્સ કંપની પર 8 હજાર કરોડ રૂપિયાથી વધુનું દેણું છે.
જેટ એરવેઝ પહેલા પણ પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને 18 એપ્રિલ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. જેટ એરવેઝે કહ્યું કે તેણે SBIની આગેવાનીવાળી બેંકો તરફથી ઇમરજન્સી કેશ સપોર્ટની રાહ છે. જેનાથી તે પોતાની સેવાઓમાં આવી રહેલા ઘટાડાને રોકી શકે. મુંબઇ શેર બજારને મોકલવામાં આવેલી સૂચનામાં કંપનીએ કહ્યું કે તે પોતાના નિદેશક મંડળની સાથે વિચાર વિમર્શ કરી રહી છે. તેમની ઇમરજન્સી કેસની સહયોગ માટે લેણદારોની સાથે વાતચીત ચાલી રહી છે.