IMDનું એલર્ટ, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગ (Indian Metrological Department)એ ઉત્તર ભારતમાં આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે.

News18 Gujarati
Updated: August 18, 2019, 2:06 PM IST
IMDનું એલર્ટ, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
ઉત્તર ભારતમાં આગામી બે દિવસ ભારે
News18 Gujarati
Updated: August 18, 2019, 2:06 PM IST
ભારતીય હવામાન વિભાગ (Indian Metrological Department)એ ઉત્તર ભારતમાં આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગ(IMD) ના જણાવ્યા અનુસાર હરિયાણાના મધ્ય વિસ્તારમાં( લો પ્રેસર) નીચુ દબાણ સર્જાયુ છે. વર્તમાન પશ્ચિમી ડિસ્ટબર્નસથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નજીકના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે, જે ગંગાટોક પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. મનાલી અને કુલ્લુ જેવા જિલ્લામાં વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે. તેમજ લેહ રોડ પર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.



ક્યાં અને ક્યારે વરસાદ થશે તે જાણો

18 એગસ્ટ - હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ ચેતવણી જાહેર કરી છે. આ ઉપરાંત ગંગાટોક પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કારાઇકલ, બિહાર અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે.
Loading...

19 ઓગસ્ટ - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડું પણ આવી શકે છે.



20 ઓગસ્ટ - કેરળ, કોસ્ટલ કર્ણાટક, પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાઇ શકે છે. માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

21 ઓગસ્ટ - કેરળના કેટલાક ભાગોમાં દક્ષિણ કર્ણાટકના દરિયાઇ અને આંતરિક ભાગો, અંડમાન અને નિકોબાર આઇલેન્ડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ અને છત્તીસગ ઢમાં ભારે વરસાદની ચેતવણી છે.
First published: August 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...