ચીનમાં મળશે સફળતા, તો ટુંક સમયમાં ભારતમાં લોન્ચ થશે ઈલેક્ટ્રીક KWID

  • Share this:

જો ચાઈનીઝ માર્કેટમાં ઓલ ઈલેક્ટ્રીક ક્વિડ કારનું લોન્ચિંગ સફળ રહશે તો, તેને ટુંક સમયમાં ભારતના માર્કેટમાં લાવવામાં આવશે. આ વાત રેનોના સીઈઓ કાર્લોસ ઘોસને એક ઈન્ટરવ્યૂમાં કરી.


ઘોસને જણાવ્યું કે, 'ક્વિડ ઈલેક્ટ્રીક કાર જો ચીનમાં સફળ રહે છે તો કોઈ કારણ નહી રહે કે તેને ભારત, બ્રાઝીલ અને મીડલ ઈસ્ટમાં એક્સપોર્ટ કરવામાં ન આવે'.


શરૂઆતમાં ચીનથી થઈ શકે છે ઈમ્પોર્ટ
ઘોસને સંકેત આપ્યા કે, આ વ્હીકલ ડિવપમેન્ટના એડવાન્સ સ્ટેજમાં છે. ઘોસનના જણાવ્યા પ્રમાણે, એવું બની શકે છે કે, આ કારનું પ્રોડક્શન ભારતમાં ન થઈ શકે. એના બદલે શરૂઆતમાં તેને ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવે અને જ્યારે ભારતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પ્રોડક્શન માટે અનુકુળ સિસ્ટમ તૈયાર થઈ જાય ત્યારબાદ ભારતમાં તેના પ્રોડક્શન અંગે વિચાર કરવામાં આવશે.


રેનોની ટોટલ સેલ્સમાં ક્વિડની અડધાથી વધારે ભાગીદારી
ક્વિડ ભારતમાં વહેચાતી પાંચ એંટી લેવલ હૈચબેક્સમાંથી એક છે અને આ દેશમાં રેનોનું બેસ્ટ સેલિંગ મોડલ છે. કંપનીના ટોટલ સેલ્સમાં તેની ભાગીદારી અડધાથી પણ વધારે છે. રેનો ક્વિડની શરૂઆતની કિંમત રૂ. 2.61 લાખ છે.


પાંચ સીટવાળી ક્વિડ, મારૂતિ સુઝુકી અલ્ટો બાદ બીજા નંબરની સૌથી વધુ વેચાતી એંટી લેવલ હૈચબેક છે. મળતા આંકડા પ્રમાણે, 2015ના મુકાબલે ચીનમાં ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વ્હીકલની સેલ્સ 53 ટકાના વધારા સાથે 5,07,000 યૂનિટ પહોંચી ગઈ છે.

First published: