Home /News /business /IPO News: રૂ.87થી રૂ.90ની પ્રાઇઝ બેન્ડનો IPO આવી ગયો બજારમાં, પહેલા દિવસે જ થઈ શકે છે બમ્પર ફાયદો
IPO News: રૂ.87થી રૂ.90ની પ્રાઇઝ બેન્ડનો IPO આવી ગયો બજારમાં, પહેલા દિવસે જ થઈ શકે છે બમ્પર ફાયદો
Investment: રૂ. 87થી રૂ. 90ની પ્રાઇઝ બેન્ડનો IPO આવી ગયો બજારમાં, પહેલા દિવસે જ થઈ શકે છે બમ્પર ફાયદો
All E Technologies IPO: કંપની દુનિયાની ટોચની ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ બિઝનેસ એપ્લિકેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સોલ્યુશન્સ કંપની છે. ભારત સહિત અમેરિકા, યુરોપ, આફ્રિકા અને મધ્યપૂર્વના અનેક ગ્રાહકો માટે તે સર્વિસ પૂરી પાડે છે.
All E Technologies IPO: વર્તમાન સમયે શેરબજારમાં રોકાણ (Investment in stock market) પ્રત્યે જાગૃતિ જોવા મળે છે. ઘણા લોકો હવે IPOમાં રોકાણ કરવા લાગ્યા છે. જો તમે પણ રોકાણ (Investment) કરવા માંગતા હોવ તો હવે સારી તક મળવા જઈ રહી છે. આજે 9 ડિસેમ્બરે ઓલ ઈ ટેકનોલોજી IPO (All E Technologies IPO) રોકાણ માટે ખુલ્લો મુકાયો છે.
All E Technologies IPOમાં રોકાણકારો 13 ડિસેમ્બર સુધી પૈસા રોકી શકશે. All E Technologies IPO દ્વારા રૂ. 48.20 કરોડ એકત્ર કરવામાં આવશે. આ IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 87થી રૂ. 90 નક્કી કરવામાં આવી છે. આ પ્રાઈસ બેન્ડ હેઠળ 53,55,200 શેર આપવામાં આવશે. અહીં આ IPO અંગે વિસ્તૃત જાણકારી અપવામાં આવી છે.
આ ઇશ્યૂના એક લોટમાં તમે ઓછામાં ઓછા 1600 શેર માટે પૈસા રોકી શકો છો. એટલે કે રિટેલ રોકાણકારે રૂ. 144,000 ખર્ચવા પડશે.
IPO ક્યારે લિસ્ટ થશે?
આ IPO 21 ડિસેમ્બરે લિસ્ટ થવાની સંભાવના છે. તેમજ શેરની ફાળવણી 16 ડિસેમ્બરે થઈ શકે છે.
શું છે કંપનીનું કામકાજ?
આ કંપની વર્ષ 2000થી Microsoft બિઝનેસ એપ્લિકેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ કંપની છે. કંપનીએ છેલ્લા કેટલાક દાયકાઓમાં 700થી વધુ ગ્રાહકોને સેવા આપી છે. કંપની ભારત ઉપરાંત એપીએસી, યુરોપ, અમેરિકા, આફ્રિકા અને મધ્ય પૂર્વના ગ્રાહકોને પોતાની સેવાઓ આપી રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર