SBI અને નૌકાદળે લોન્ચ કર્યું NAV-eCASH કાર્ડ, જાણો તેની વિશેષતા અને ફાયદા

તસવીર: @DefPROMumbai

NAV-eCASH CARD: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 1 ઓક્ટોબરના રોજ કર્ણાટકના કારવારમાં NAV-eCash કાર્ડ લોન્ચ કર્યું હતું.

  • Share this:
મુંબઈ: ભારતીય નૌકાદળના સન્માનમાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ NAV-eCASH CARD લોન્ચ કર્યું છે. આ કાર્ડ પર આઈએનએસ વિક્રમાદિત્યનો ફોટો લગાવવામાં આવ્યો છે. આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya)ના કેટલાક અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્ડનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો અને તેમના આ કાર્ડના સપનાને સાકાર કરવાનું કામ SBIએ કર્યું છે. NAV-eCash કાર્ડના રૂપમાં પેમેન્ટ ઈકોસિસ્ટમમાં ફેરફાર થશે. આ કાર્ડની મદદથી હવે દરિયામાં પણ રોકડ પર આધાર રાખ્યા વિના કેશલેસ ઈકોનોમીના સપના સાકાર થશે.

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ 1 ઓક્ટોબરના રોજ કર્ણાટકના કારવારમાં NAV-eCash કાર્ડ લોન્ચ કર્યું હતું. આ કાર્ડ વાઇસ એડમિરલ, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ આર હરિ કુમાર અને એસબીઆઇ રિટેલ અને ડિજિટલ બેન્કિંગ મેનેજિંગ ડિરેક્ટર સીએસ શેટ્ટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

એસબીઆઈના એમડી (રિટેલ અને ડિજિટલ બેન્કિંગ) સીએસ શેટ્ટીએ પોતાની વાતમાં સંરક્ષણ દળો પ્રત્યેની બેંકની પ્રતિબદ્ધતા અને ભારતના સશસ્ત્ર દળો સાથેના લાંબા સંબંધો અંગે વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરક્ષિત, અનુકૂળ અને ટકાઉ પેમેન્ટ ઇકોસિસ્ટમ બનાવવા માટે આ કોન્સેપ્ટને નૌકાદળના જહાજો અને વિવિધ સંરક્ષણ મથકો પર પણ રેપ્લિકેટ કરવામાં આવશે. SBI ના NAV-eCash કાર્ડનું લોન્ચિંગ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને ડિજિટલ ઇન્ડિયાના GOIના દ્રષ્ટિકોણ પ્રત્યે SBIની પ્રતિબદ્ધતા અને કેશલેસ ઈકોનોમી તરફ આ કાર્ડ એક પગલા સમાન છે.

નૌકાદળના જહાજોમાં તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અને પરિસ્થિતિઓને કારણે પરંપરાગત ચૂકવણી બાધારુપ બને છે, ખાસ કરીને જ્યારે જહાજ દરિયામાં હોય કે જ્યાં કોઈ નેટવર્ક કનેક્ટિવિટી પણ ન હોય ત્યારે NAV-eCash કાર્ડ તેની ડ્યુઅલ-ચિપ ટેકનોલોજી સાથે ઓનલાઈન અને ઓફલાઈન ટ્રાન્ઝેક્શન બંનેની સુવિધા આપશે.

જ્યારે જહાજ દરિયામાં હોય ત્યારે નૌકાદળના કર્મચારીઓને રોકડ સાચવવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. આ કાર્ડની મદદથી નૌકાદળના કર્મચારીઓની આ મુશ્કેલીઓ ઉકેલ પણ આવશે અને સિક્યુરીટીમાં પણ વધારો થશે. આઈએનએસ વિક્રમાદિત્યના કેટલાક અધિકારીઓની ટીમ અને એસબીઆઈના સંયુક્ત ઉપક્રમે આ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્ડ બનાવતી વખતે નેવીના કર્મચારોની જરૂરીયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી ઓનબોર્ડ તેમને સહજતાનો અનુભવ થાય.

આ પણ વાંચો: SBI Hiring: SBIમાં નોકરી માટે 567 વેકેન્સી, જાણો CTC, વય મર્યાદા અને અરજી કરવાની પ્રક્રિયા

આ કાર્ડને એકદમ સુરક્ષિત રહે તે રીતે બનાવવામાં આવ્યું છે. તેમાં ડ્યુઅલ ચિપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી ઓફલાઈન મોડમાં પણ પેમેન્ટ શક્ય છે. આ સાથે જ આ કાર્ડ હોલ્ડરને ગ્રેસરી, મુવીઝ અને ડાયનિંગ પર પણ લાભ અને રિવોર્ડ પોઈન્ટ મળશે તેવી જાહેરાત કરાઈ છે.
Published by:Vinod Zankhaliya
First published: