દુનિયાની સૌથી મોંઘી કરેન્સી બિટકોઇન ઉપરાંત અન્ય ડિજીટલ કરેન્સી વિશે જાણો તમામ મહત્વની માહિતી

VINOD LEUVA | News18 Gujarati
Updated: November 7, 2017, 7:17 PM IST
દુનિયાની સૌથી મોંઘી કરેન્સી બિટકોઇન ઉપરાંત અન્ય ડિજીટલ કરેન્સી વિશે જાણો તમામ મહત્વની માહિતી
ડિજિટલ કરેન્સી બિટકોઇનની વધતી કિંમત જોતા દુનિયા ભરમાં લોકો તેમાં રોકાણ કરી રહ્યા છ. હાલ બિટકોઇન દુનિયાની સૌથી મોંઘી કરેન્સી છે
VINOD LEUVA | News18 Gujarati
Updated: November 7, 2017, 7:17 PM IST
ડિજિટલ કરેન્સી બિટકોઇનની વધતી કિંમત જોતા દુનિયા ભરમાં લોકો તેમાં રોકાણ કરી રહ્યા છ. હાલ બિટકોઇન દુનિયાની સૌથી મોંઘી કરેન્સી છે. તો સાથે જ તેમાં રોકાણ કરવું પણ ઘણુ સેફ માનવામાં આવી રહ્યું છે.જોકે આ કરેન્સી કોઈ પણ કાયદા હેઠળ આવતી નથી. ત્યારે આજે અમે તમને બતાવીશું કે બિટકોઇન ક્યાથી ખરીદી શકાય છે.અને તેનાથી નાણા કેવી રીતે કમાવી શકાય છે.આ ઉપરાંત આવી કઈ બીજી ડિજીટલ કરેન્સી છે જેમાં રોકાણ કરી શકાય છે.

શું છે બિટકોઇન ?

બિટકોઇન એક એવી ડિજિટલ કરેન્સી છે. જેને દુનિયાની સૌથી મોંઘી કરેન્સી માનવામાં આવે છે. ઓનલાઈન ગેમિંગ કે ક્વીઝને સોલ્વ કરવા પર પણ તમને બિટકોઇન મળી શકે છે. RBIએ અત્યાર સુધી બિટકોઇનને ગેરકાયદેસર નથી જાહેર કર્યો. જોકે સરકાર આના દ્વારા ટ્રાંઝેક્શન વધારવાના પક્ષમાં નથી.

કેવી રીતે થાય છે કમાણી ?

જાન્યુઆરી 2013માં 1 બિટકોઈનની કિંમત 1300 રૂપિયા હતી.જે હવે વધીને 4.7 લાખ રૂપિયા થઈ ગઈ છે. બિટકોઇન કમાવવાની સૌથી સરળ રીતની વાત કરીએ તો તમે સીધા પૈસા આપીને તેને ખરીદી શકો છો.માનો કે તમે એક બિટકોઇન 3400 ડૉલરમાં ખરીદો છો અને થોડા દિવસ બાદ તેની કિંમત વધીને 3600 ડૉલર થઈ જાય છે તો તમને ઘરે બેઠા જ કઈ કર્યા વગર સારો ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત EX.IO, Coinbase, zebpay (Indian Website), coinmama, Kraken, Unocoin (Indian Website), Bitstamp, Bitit પર જઈને પણ ખરીદી અને વહેંચી શકો છો.

ભારતમાં બિટકોઇન
રેનસમવેર અટેક બાદ લેણદેણ બિટકોઇનથી જ થઈ રહી છે. કાળુંનાણું, હવાલાનો ધંધો, ડ્રગ્સ, ટેક્સ ચોરી જેવા મામલે પણ બિટકોઇન પર સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે બિટકોઇન જેવી વર્ચુઅલ કરેન્સી પર તત્કાલ પ્રતિબંધની સંભાવના નથી જોવા મળી રહી.

સાથે જ સરકાર પણ આને પ્રોત્સાહન આપવાના પક્ષમાં નથી. જાણકારો અનુસાર આ મુદ્દા પર બનેલી કમિટીએ બિટકોઇન જેવી વર્ચુઅલ કરેન્સી પર કડક નજર રાખવાની ભલામણ કરી છે. દિનેશ શર્મા કમિટીએ ભલામણ કરી છે કે RBI, SEBI, ઈનકમટેક્સ, CBI અને ફાઈનેન્શિયલ ઈન્ટેલિજેન્સ યુનિટના અધિકારિઓને એકત્ર કરી એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે. આ ટાસ્ક ફોર્સ ગ્રાહકોના હિતોની રક્ષા કરશે. ફાઈનેન્શિયલ ઈન્ટેલિજેન્સ યૂનિટ વર્ચુઅલ કરેન્સીના દુરઉપયોગ પર નજર રાખશે.

બિટકોઇન જેવી અન્ય કરેન્સી

ઈથર (Ether)
વિતાલિક બુટેરિને 2015માં લોન્ચ કર્યો
7100 કરોડ રૂપિયાનું છે માર્કેટ

લાઈટકોઈન (Litecoin)
ચાર્લ્સ લીએ વર્ષ 2011માં લોન્ચ કર્યો
1100 કરોડ રૂપિયાનું છે માર્કેટ

મોનેરો (Monero)
આને દુનિયાની સૌથી સેફ ડિજિટલ કરેન્સી માનવામાં આવે છે
891 કરોડ રૂપિયાનું છે માર્કેટ

રિપલ (Ripple)
2012માં લૉન્ચ થયેલી આ કરેન્સીનો ઉપયોગ અનેક બેન્ક પણ કરે છે
1500 કરોડ રૂપિયાનું છે માર્કેટ

આ બધા ઉપરાંત ડૉઝકોઈન, ડેશ, મેડસેફકોઇન, લિસ્ક અને સ્ટૉર્જકોઈન પણ ડિજિટલ કરેન્સી છે.
First published: November 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर