SBIના 42 કરોડ ગ્રાહકોને આંચકો! બેંકે FDના વ્યાજ દર ઘટાડ્યા, અહીં ચૅક કરો નવા Rates

News18 Gujarati
Updated: January 14, 2020, 3:28 PM IST
SBIના 42 કરોડ ગ્રાહકોને આંચકો! બેંકે FDના વ્યાજ દર ઘટાડ્યા, અહીં ચૅક કરો નવા Rates
પ્રતીકાત્મક તસવીર

જો તમે SBIમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી છે તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે

  • Share this:
નવી દિલ્હી : સરકારી બેંક State Bank of Indiaમાં જો આપે એફડી (Fixed Deposit) કરાવી છે તો આ સમાચાર તમામ માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે બેંકે એફડીના દરોમાં ફેરફાર કર્યો છે. તેનાથી લાખો ગ્રાહકોને નુકસાન થશે. લાઇવ મિન્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા એફડી દરો 10 જાન્યુઆરીથી પ્રભાવી થઈ ગયા છે. બેંકે એક વર્ષથી લઈને 10 વર્ષમાં મેચ્યોર થનારી લૉન્ગ ટર્મ ડિપોઝિટ્સ પર FDના દરોમાં 15 બીપીએસનો કાપ મૂક્યો છે. 7 દિવસથી 1 વર્ષ સુધી mature થનારી FD પર બેંકે કોઈ ફેરફાર નથી કર્યો.

SBI એફડીના નવા વ્યાજ દરો વિશે જાણો...

(1) 7થી 45 દિવસની FD- એસબીઆઈ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, હવે 7થી 45 દિવસ માટે એફડીના નવા વ્યાજ દરો 4.5 ટકા છે.

(2) 46 દિવસથી 179 દિવસની FD- હવે 46થી 179 દિવસની એફડી પર 5.50 ટકા વ્યાજ મળશે.

(3) 180 દિવસથી 210 દિવસની FD- બેંક 180 દિવસોથી 210 દિવસોની એફડી પર પહેલા 6 ટકા વ્યાજ મળતું હતું. 10 જાન્યુઆરીથી આ વ્યાજ દર 5.80 ટકા થઈ ગયો છે.

(4) 211 દિવસથી 1 વર્ષ સુધીની FD- એસબીઆઈએ 211 દિવસથી એક વર્ષની એફડી પર વ્યાજ દર 10 જાન્યુઆરીથી 0.20 ટકા ઘટાડી દીધો. તેથી આ એફડી પર હવે 5.80 ટકાના હિસાબથી વ્યાજ મળશે.(5) 1 વર્ષથી 2 વર્ષ સુધીની FD- એસબીઆઈ 1-2 વર્ષની એફડી પર 6.10 ટકા વ્યાજ મળશે.

(6) 2 વર્ષથી 3 વર્ષ સુધીની FD- એસબીઆઈ હવે 2-3 વર્ષની FD પર 6.10 ટકા વ્યાજ મળશે.

(7) 3 વર્ષથી 5 વર્ષ સુધીની FD- આ એફડી પર SBI 6.10 ટકા વ્યાજ મળશે.

(8) 5થી 10 વર્ષ સુધીની FD- આ એફડી પર SBI 6.25 ટકા વ્યાજ આપી રહી હતી, તે હવે 6.10 ટકા કરી દીધી છે.

સીનિયર સીટિઝન માટે નવા વ્યાજ દરો

>> 7થી 45 દિવસની FD- હવે 7થી 45 દિવસ માટે એફડીના નવા વ્યાજ દર 5 ટકા રહેશે

>> 46 દિવસથી 179 દિવસની FD- હવે 46થી 179 દિવસની એફડી પર 6 ટકા વ્યાજ મળશે.

>> 180 દિવસથી 210 દિવસની FD- બેંક 180 દિવસોથી 210 દિવસોની એફડી પર હવે 6.30 ટકા વ્યાજ આપશે.

>> 211 દિવસથી 1 વર્ષ સુધીની FD- એસબીઆઈએ 211 દિવસથી એક વર્ષની એફડી પર 6.30 ટકા વ્યાજ આપશે

>> 1 વર્ષથી 2 વર્ષ સુધીની FD- એસબીઆઈ 1-2 વર્ષની એફડી પર 6.60 ટકા વ્યાજ મળશે.

>> 2 વર્ષથી 3 વર્ષ સુધીની FD- એસબીઆઈ હવે 2થી 3 વર્ષની FD પર 6.60 ટકા વ્યાજ મળશે.

>> 3 વર્ષથી 5 વર્ષ સુધીની FD- આ એફડી પર SBI સિનીયર સીટીઝન્સને 6.60 ટકા વ્યાજ આપશે.

>> 5થી 10 વર્ષ સુધીની FD- આ એફડી પર હવે 6.60 ટકા વ્યાજ મળશે.

આ પણ વાંચો, 31 જાન્યુઆરી સુધી ડ્રોનનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું તો થશે જેલ!
First published: January 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading