Home /News /business /એલર્ટ! EPFOએ તેના ગ્રાહકોને સાવધાન કર્યા, ક્યારેય નથી માંગવામાં આવતી આ માહિતી
એલર્ટ! EPFOએ તેના ગ્રાહકોને સાવધાન કર્યા, ક્યારેય નથી માંગવામાં આવતી આ માહિતી
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન
EPFO: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડએ નિવૃત્તિ સંબંધિત યોજના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેનું સંચાલન કરે છે. EPFOએ તેના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા છે. તેમને ફેક કોલ અને એસએમએસથી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે.
EPFO Alert: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના 6 કરોડથી વધુ સભ્યોને એલર્ટ કર્યા છે. EPFO પીએફ તરીકે કાપવામાં આવેલી કર્મચારીઓની રકમનું સંચાલન કરે છે. જો તમે પણ EPFO ના સભ્ય છો, તો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. EPFOએ તેના સભ્યોને સાયબર ક્રાઈમને લઈને એલર્ટ કર્યા છે. સાયબર અપરાધીઓ EPFOના નામે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સભ્યોને ફોન કરીને તેમની અંગત વિગતો માંગી રહ્યા છે.
EPFOએ જણાવ્યું
ઈપીએફઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, નકલી કોલ મેસેજથી સાવધાની જરૂરી છે. EPFO ક્યારેય પણ પોતાના સભ્યોને ફોન નંબર, ઇમેઇલ કે પછી પર્સનલ ડિટેઈલ્સ વિષે ક્યારેય સોસીયલ મીડિયા પર શેર કરવાનું કહેતી નથી. EPFO કે તેના કર્મચારીઓ ક્યારેય પણ આ પ્રકારે માહિતી માંગતા નથી. EPFOએ તેના સભ્યોને તેમના UAN, PAN, પાસવર્ડ, બેંક ખાતાની વિગતો, OTP, આધાર અને નાણાકીય વિગતો કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપી છે. સાયબર અપરાધીઓ EPFO સભ્યોની અંગત વિગતોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી શકે છે. જેને લઈને સભ્યોને આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે.
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડએ એક નિવૃત્તિ સંબંધિત યોજના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેનું સંચાલન કરે છે. EPF સ્કીમમાં, કર્મચારી અને તેની કંપની દર મહિને સમાન રકમનું યોગદાન આપે છે. તે કર્મચારીના મૂળ પગારના 12 ટકા છે.
આટલું વ્યાજ આપવામાં આવે છે
સરકારે ગયા માર્ચમાં પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કર્યો હતો. આ લગભગ 40 વર્ષમાં સૌથી નીચો વ્યાજ દર છે. 1977-78માં EPFOએ 8 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. પરંતુ ત્યારથી તે સતત 8.25 ટકા કે તેથી વધુ આપવામાં આવે છે. કર્મચારીના પગાર પર 12% કપાત EPF ખાતા માટે છે. કર્મચારીના પગારમાં એમ્પ્લોયર દ્વારા કરવામાં આવતા કપાતમાંથી 8.33 ટકા EPS કર્મચારી પેન્શન યોજનામાં જમા કરવામાં આવે છે, જ્યારે 3.67 ટકા EPFમાં જમા કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર