એલ્સીસ સ્પોર્ટસે ડિઝાઇનર નરેન્દ્ર કુમાર સાથે કોલાબ્રેશન કરી, એલ્સીસ નારી કલેક્શન લોન્ચ કર્યુ

આ કલેક્શનને તાજેતરમાં જ યોજાયેલા લેકમે ફેશન વીકમાં રજૂ કરાયું હતું.

એલેન સાથે એલ્સીસ નારી સ્પોર્ટ્સ એથિલઝર લેક્શન લેકમે ફેશન વીકમાં રજૂ કરાયું. આ કલેક્શન વપરાયેલી બોટલને રિસાયકલ કરીને તૈયાર કરાયેલા ગ્રીન ફાઇબરમાંથી બન્યું છે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: દેશની જાણીતી પર્ફોન્સ વેર કંપની એલ્સીસ સ્પોર્ટેસ પોતાના નવા કલેક્શનને રજૂ કરવા માટે ડિઝાઇનર નરેન્દ્ર કુમાર સાથે કોલાબ્રેશન કર્યું છે. એલેનના સહયોગથી એલ્સીસનું નવું એથલિઝર કલેક્શન નારી લેકમે ફેશન વીકમાં રેમ્પ પરથી પ્રસ્તુત કરાયું હતું. આ કલેક્શનની વિશેષતા એ છે કે તે ગ્રીન ફાઇબરમાંથી તૈયાર કરાયેલું છે. ખાલી બોટલોને રિસાયકલ કરીને તેમાંથી તૈયાર થયેલા ફેબ્રિકમાંથી આ સ્પોર્ટ્સ એથલિઝર તૈયાર કરાયું છે.

    આ ફેબ્રિકની વિશેષતા એ છે કે તે કુલટેક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયું છે, જે એન્ટિ ઓડોર, એન્ટિ સ્ટેટિક અને એન્ટિ યુવી લાઇટ મટિરિયલ છે. ભારતી વેધર અને જીવન શૈલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ કલેક્શનમાં જીમવેર, કેઝ્યુઅલ વર્ક વેર, યોગા અને આઉટડોર વેરનો સમાવેશ થાય છે.
    Published by:Jay Mishra
    First published: