અખાત્રીજના દિવસે અહીંથી ખરીદો સોનું, મળશે 1 ગ્રામ સોનાનો સિક્કો ફ્રી

Akshaya Tritiya 2019: ઝોયાલુક્કાસે અક્ષય તૃતીયા ઉજવવા માટે "ગોલ્ડ ફોર્ચ્યુન" ઓફરની જાહેરાત કરી છે. "ગોલ્ડ ફોર્ચ્યુન" હેઠળ સોનું ખરીદવા માટે પલ્કી અને હીરાના અભુષણની ખરીદી પર સોનાના સિક્કો ફ્રી માં મળશે.

News18 Gujarati
Updated: May 7, 2019, 9:49 AM IST
અખાત્રીજના દિવસે અહીંથી ખરીદો સોનું, મળશે 1 ગ્રામ સોનાનો સિક્કો ફ્રી
Joyalukkas એ અક્ષય તૃતીયા 2019 માટે એક નવું કલેક્શન લોન્ચ કર્યુ છે.
News18 Gujarati
Updated: May 7, 2019, 9:49 AM IST
આજે અક્ષય તૃતીયાના દિવસે સોના અને ચાંદી ખરીદી શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું અને સોનાના દાગીનાની ખરીદી વધારે થાય છે. અક્ષય તૃતીયા સમૃદ્ધિનો શુભ તહેવાર છે. તેથી વિશ્વનું લોકપ્રિય ઝવેલર્સ Joyalukkas એ અક્ષય તૃતીયા 2019 માટે એક નવું કલેક્શન લોન્ચ કર્યુ છે, જેનું અનાવરણ બોલિવૂડ એકટ્રેસ કાજોલ દેવગણે હૈદરાબાદ, ચેન્નઇ, બેંગલોરમાં બ્રાન્ડના નવા શોરૂમના ઉદઘાટન દરમિયાન કર્યુ.

ઝોયાલુક્કાસની અક્ષય તૃતીયા ઓફર

ઘરમાં સમૃદ્ધિ લાવવાના અવસર પર પરંપરના જાળવી રાખવા માટે ઝોયાલુક્કાસે અક્ષય તૃતીયા ઉજવવા માટે "ગોલ્ડ ફોર્ચ્યુન" ઓફરની જાહેરાત કરી છે. "ગોલ્ડ ફોર્ચ્યુન" હેઠળ સોનાની પલ્ક અને હીરા ઝવેરાતની ખરીદી પર સોનાનો સિક્કો ફ્રી માં મળશે. એક્સ્ક્લુઝિવ કલેક્શનમાં પરંપરાગત અને સમકાલિન આભૂષણોની એક વ્યાપક શ્રેણી છે અને તે દેશની તમામ Joyalukkas આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે.અક્ષય તૃતીયા કલેક્શનના અનાવરણ દરમિયાન ઝોયાલુક્કાસ ગ્રૃપના એમડી, ઝોય લુક્કાસએ ઉત્સાહ શેર કર્યો છે. તેમણે કહ્યું, અક્ષય તૃતીયા આપણા માટે એક ખાસ દિવસ છે કારણ કે અમારું એક્સક્લુઝિલ કલેક્શન અને ડિઝાઇન અક્ષય તૃતીયાના દિવસે બતાવવામાં આવે છે.

બોલિવૂડની સ્ટાર અને ઝોયાલુક્કાસની બ્રાન્ડ એમ્બેસેડર કાઝોલ દેવગણે કહ્યું, મને અક્ષય તૃતીયાના અવસર પર ઝોયાલુક્કાસના કલેક્શનનું અનાવરણ કરવાનું સોભાગ્ય મળ્યું. પહેલી વખત એક્સક્લુઝિવ ડિઝાઇનને જોઇને પ્રસન્નતા મળી, મને લાગે છે કે હું તે તમામ દાગીનાને પહેરવા માંગું છું.
Loading...

ગોલ્ડ ફોર્ચ્યુન ઓફર હેઠળ રૂ.50,000 ની ડાયમંડ હિરા જ્વેલરી ખરીદી પર 22 કેરેટ સોનાનો સિક્કો 1 ગ્રામ ફ્રી માં આપવામાં આવે છે. આ ઓફર 8 મે 2019 સુધી શરુ રહેશે. અક્ષય તૃતીયાનો દિવસ એટલે 6, 7 અને 8 મે 2019 પર ગ્રાહકો 50,000 રૂપિયા અથવા તેનાથી વધુ સોનું જ્વેલરી ખરીદી પર 200 મિલીગ્રામ 22K સોનાના સિક્કાની ઓફર છે. આ ઉપરાંત પ્રી બૂકિંગ પર વધુ લાભ મેળવી શકાય છે.

અક્ષય તૃતીયા સદીઓ જૂની પરંપરા છે અને તે સોના ખરીદવા, રોકાણ અને નવું કાર્ય શરૂ કરવા માટે શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું એ સૌભાગ્ય અને સમૃદ્ધિ આવનાર માનવામાં આવે છે.
First published: May 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...