મુંબઈ : રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) એ Jio ઈન્ફોકોમના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. Jio Infocomm એ મુખ્ય કંપની Jio Platforms ની પેટાકંપની છે. તેમના પુત્ર આકાશ અંબાણી (Aakash Ambani) ને Jio ઈન્ફોકોમના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.
27 જૂને મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી હતી. આ પહેલા આકાશ અંબાણી બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. કંપનીએ મંગળવારે સ્ટોક એક્સચેન્જમાં કરેલી ફાઇલિંગમાં આ વાત સામે આવી છે.
નવી પેઢીને નેતૃત્વ
બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયેલા આકાશ અંબાણી પહેલા તેમના પિતા મુકેશ અંબાણી કંપનીની અધ્યક્ષતા સંભાળતા હતા. બોર્ડે ચેરમેન પદેથી મુકેશ અંબાણીના રાજીનામાનો પણ સ્વીકાર કરી લીધો છે. આ નિમણૂકને નવી પેઢીને નેતૃત્વ સોંપવા તરીકે જોવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણી Jio પ્લેટફોર્મ લિમિટેડના ચેરમેન તરીકે ચાલુ રહેશે.
4G ઇકોસિસ્ટમ માટે આકાશને ક્રેડિટ
Jioના 4G ઇકોસિસ્ટમને સેટ કરવાનો શ્રેય મોટાભાગે આકાશ અંબાણીને જાય છે. 2020 માં, વિશ્વભરની મોટી ટેક કંપનીઓએ Jio માં રોકાણ કર્યું. આકાશે ભારતમાં વૈશ્વિક રોકાણ લાવવા માટે પણ સખત મહેનત કરી હતી.
અન્ય એક મોટા ફેરફારમાં, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે આગામી 5 વર્ષ માટે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પંકજ પવારની નિમણૂક કરી છે. એડિશનલ ડિરેક્ટર રામિન્દર સિંહ ગુજરાલ અને કે.વી. ચૌધરી હવે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કામ સંભાળશે. તેમની નિમણૂક પણ 5 વર્ષ માટે અસરકારક રહેશે. આ નિમણૂંકો શેરધારકોની મંજૂરી પછી જ માન્ય રહેશે.
(ડિસ્ક્લેમર : નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત ચેનલ/વેબસાઈટનું સંચાલન કરે છે, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર