નાથદ્વારા: રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા વલ્લભ સંપ્રદાયની મુખ્ય પીઠ શ્રીનાથજી મંદિરથી જીઓ 5જી નેટવર્કનો શુભારંભ થયો છે. રિલાયંસ જિયોએ શનિવારે શ્રીનાથજી મંદિરમાં 5જી નેટવર્કની શુભ શરુઆત કરી હતી. તેના લોન્ચિંગમાં જિયો કંપનીના ચેરમેન આકાશ અંબાણી સહપરિવાર નાથદ્વારા પહોંચ્યા હતા.
राजस्थान: रिलायंस जीयो के अध्यक्ष आकाश अंबानी ने राजसमंद के नाथद्वारा में जीयो 5G सेवाओं की शुरुआत की। pic.twitter.com/EeALwa1qRx
ગત દિવસોમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શ્રીનાથજીના દ્વાર પહોંચ્યા હતા. તેમણે સંકેત આપ્યા હતા કે, જિયોનું 5જી નેટવર્ક સેવાનો શુભારંભ શ્રીનાથજી મંદિરમાંથી પ્રારંભ થશે. મુકેશ અંબાણીનો પરિવારનો શરુઆતથી જ શ્રીનાથજીમાં આસ્થા ધરાવે છે. અને કેટલાય મોટો શુભ પ્રસંગોમાં લગ્ન પહેલા આખો પરિવાર શ્રીનાથજી મંદિરમાં આવે છે. આ અગાઉ 2015માં પણ મુક્શે અંબાણીએ જિયો કંપનીની 4જી સેવા અહીંથી શરુ કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ હજુ ગયા મહિને જ નાથદ્વારાની મુલાકાત લીધી હતી. તેમણે વાયદો કર્યો હતો કે કે તેઓ આ મંદિરમાં 5G સર્વિસ લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2015માં તેમણે મંદિરની મુલાકાત દરમિયાન 4G લોન્ચ કર્યું હતું.
4 ઓકટોબરે રિયાલન્સ જીઓ દ્વારા ભારતમાં અધિકૃત રીતે True 5G સર્વિસ લોન્ચ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં True 5G ( ટ્રુ 5જી ) સર્વિસ બીટા ટ્રાયલ રૂપે મુંબઈ, દિલ્હી, કલકત્તા અને વારાણસીમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી. અને 20 ઓક્ટોબરથી તે નાથદ્વારા અને ચેન્નઈમાં પણ આવી ગઈ છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર