Home /News /business /

Akasa Air Flight: રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરે શરુ કર્યું ટિકિટ બુકિંગ, જાણો નવી ફ્લાઇટસના રુટ

Akasa Air Flight: રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરે શરુ કર્યું ટિકિટ બુકિંગ, જાણો નવી ફ્લાઇટસના રુટ

અકાસાની પહેલી ઉડાન 7 ઓગસ્ટે હશે

યાત્રીઓ ઍરલાઇનની ઓફિશિયલ વેબસાઈટ akasaair.comથી ફ્લાઈટની ટિકિટ બુકિંગ કરી શકશે

    Akasa Air Flight: અબજપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Zunzunwala)નું ઇન્વેસ્ટમેન્ટ ધરાવતી દેશની નવી એરલાઇન અકાસા એર (Akasa Air) દ્વારા બે રુટ પર કમર્શિયલ ફ્લાઇટ માટે બુકીંગ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ફ્લાઇટ આ વર્ષે 7 ઓગસ્ટથી ઉડાન ભરશે. આ ફ્લાઇટમાં બૉઈંગ 737નો ઉપયોગ થશે.

    યાત્રીઓ ઍરલાઇનની ઓફિશિયલ વેબસાઈટ akasaair.comથી ફ્લાઈટની ટિકિટ બુકિંગ કરી શકશે. તેમેજ Google Paly Storeથી એરલાઇનની એપ પણ ડાઉનલોડ કરી શકે છે.

    અકાસા એરલાઈને ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, ‘અમે આ ડેસ્ટિનેશનથી શરુ કરીને તમને આકાશ સુધીની સફરે લઇ જવા માંગીએ છીએ. akasaair.com પર અત્યારે જ બુક કરો અથવા પ્લેસ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો.’

    NDTVના એક અહેવાલ મુજબ આ એરલાઈને અધિકારીક રીતે જણાવ્યું હતું કે તેમણે કુલ 28 ફ્લાઇટ માટે ટિકિટ બુકીંગ શરુ કરી દીધું છે. જેમાં 7 ઑગસ્ટથી મુંબઈ અમદાવાદ રુટ પર દર સપ્તાહે(weekly) અને 13 ઓગસ્ટ થી બેંગ્લોર કોચી રુટ પર 28 ફ્લાઇટ શરુ થશે.

    અકાસા એરલાઇનના ફાઉન્ડર અને CEO વિનય દુબેએ કહ્યું હતું, “અમે અમારી ફ્લાઇટ માટે ટિકિટ બુકીંગ શરુ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છીએ. અમે અમારી પ્રોડક્ટને બતાવવા માટે પણ ખુબ ઉત્સાહિત છીએ, જે આ કેટેગરીમાં અત્યારસુધીના અનુભવ કરેલી દરેક વસ્તુ કરતા અલગ હોવાનો દાવો છે.”

    અકાસા એરલાઇનનો નેટવર્ક વિસ્તાર અંગે યોજના વિશે વાત કરતા કંપનીના કોફાઉન્ડર અને ચીફ કમર્શિયલ અધિકારી પ્રવીણ અય્યરે જણાવ્યું કે ‘રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી એરલાઇનની રણનીતિ એક મજબૂત નેટવર્ક દેશભરમાં સ્થાપિત કરવાની અને દેશના મેટ્રો શહેરોને ટિયર 2 અને ટિયર 3 સુધી જોડતી લિંક બનવા પર રહેશે’.

    અય્યર જણાવે છે કે, “અમે એકદમ નવા બોઇંગ 737 દ્વારા મુંબઈથી અમદાવાદ વચ્ચે ફ્લાઇટ સેવા શરુ કરવા જઈ રહ્યા છીએ. અમે નેટવર્ક વિસ્તાર યોજના માટે સ્ટેપવાઇસ રણનીતિ અમલમાં મુકીશું. સમય સાથે વધુ શહેરોને જોડીશું, અમારા પ્રથમ વર્ષમાં દર મહિને અમે નવી બે ફ્લાઇટને કાર્યરત કરીશું.”

    અકાસા એરલાઇન એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ઓછા ખર્ચે શરુ થઇ રહેલ એરલાઈન્સમાંથી એક છે. આ મહિનાની શરૂઆતમાં નાગરિક ઉડ્ડયન નિયામક મહાનિદેશયાલય (DGCA) પાસેથી ઓપરેટર સર્ટિફિકેટ મેળવ્યા બાદ એરલાઈને અગાઉથી જ અલગ અલગ પોઝિશન માટે રિક્રુટમેન્ટ પણ શરુ કરી દીધી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Airlines, Business news, Flights

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन