ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરમાં સતત lower circuit, શું રોકાણ કરવાની ઉત્તમ તક?
ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરમાં સતત lower circuit, શું રોકાણ કરવાની ઉત્તમ તક?
મલ્ટીબેગર સ્ટોક
Dolly Khanna Portfolio: ડોલી ખન્નાની બેસ્ટ પિક અજંતા સોયા (Ajanta Soya)માં મંગળવારના સત્રમાં પણ 5%ની નીચલી સર્કિટ જોવા મળી છે. સતત સાતમાં સત્રમાં કડાકા સાથે શેર રૂ. 197.65ની લોઅર સર્કિટ પર બંધ આવ્યો હતો.
નવી દિલ્હી: કોરોના મહામારીની ત્રીજી લહેરમાંથી બહાર આવી રહેલા ભારતીય શેર બજાર (Indian Stock Market)ને મોંઘવારી (Inflation) અને અમેરિકામાં વ્યાજદરમાં વધારાનો હાઉ અને હવે રશિયા-યૂક્રેન વચ્ચે વધી રહેલી તંગદિલીએ હચમચાવી નાખ્યું છે. છેલ્લા ત્રણ જ દિવસમાં દલાલ સ્ટ્રીટમાં 10 લાખ કરોડનું મસમોટું ધોવાણ જોવા મળ્યું છે. આ કડાકામાં સામાન્ય રોકાણકારની સાથે બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala) અને ડોલી ખન્ના (Dolly Khanna) જેવા દિગ્ગજ રોકાણકારોની બેસ્ટ પિક સ્ટોકમાં કડાકો જોવા મળ્યો છે.
ડોલી ખન્નાની બેસ્ટ પિક અજંતા સોયા (Ajanta Soya)માં મંગળવારના સત્રમાં પણ 5%ની નીચલી સર્કિટ જોવા મળી છે. સતત સાતમાં સત્રમાં કડાકા સાથે શેર રૂ. 197.65ની લોઅર સર્કિટ પર બંધ આવ્યો હતો.
રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો
સતત સાતમાં સત્રમાં ઈન્વેસ્ટર ફ્રેન્ડલી શેરમાં નીચલી સર્કિટથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. પરંતુ 'રિસ્ક હૈ તો ઈશ્ક હૈ'ની જેમ જો ડોલી ખન્ના જેવા દિગ્ગજ રોકાણકાર (Dolly Khanna Portfolio) આ શેરમાં ઈન્વેસ્ટ કરીને લાંબાગાળાના આયોજન સાથે બેઠા છે તો સામાન્ય રોકાણકારો માટે આ લેવલેથી અથવા અહીંથી પણ શેર જો નીચે મળે તો ખરીદારી કરવાની ઉત્તમ તક મળી રહી છે, તેમ માનીને રોકાણ કરવાની સલાહ વિશ્લેષક જૂથ આપી રહ્યું છે.
ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા (Sumeet Bagadia)એ કહ્યું કે, અજંતા સોયા હાલ Bear Zoneમાં છે અને તાત્કાલિક સપોર્ટ રૂ. 180ની આસપાસ જોવા મળી રહ્યો છે પરંતુ, જો આ લેવલ પણ તૂટશે તો શેરમાં વધુ ડાઉનસાઈડ જોવા મળી શકે છે. બીજી તરફ બજાર એક્સપર્ટસનું સમૂહ આ શેરથી દૂર રહેવાનું સૂચવી રહ્યું છે. શેરમાં ટૂંકાગાળામાં 150નું લેવલ પણ જોવા મળી શકે છે.
ફંડામેન્ટલ
ફંડામેન્ટલ પર વાત કરતા પ્રોફિટમાર્ટ સિક્યોરિટીસના રિસર્ચ હેડ અવિનાશ ગોરકક્ષરે કહ્યું કે, આ એક કોમોડિટી સ્ટોક છે જેને બજારના ઉતાર-ચઢાવની સાથે ક્રોપ યીલ્ડ (પાક), વરસાદ, માવડું, ખાતર-કેમિકલની અછત સહિતના અનેક પરિબળો અસર કરે છે.
છેલ્લા 6 મહિનાના ભાવચાર્ટ પર નજર કરીએ તો NSE પર ₹307.45ની ઉચ્ચતમ સપાટી દર્શાવ્યા બાદ અજંતા સોયાના શેરનો ભાવ સતત ઘટી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં શેરમાં 30 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો છે. જોકે, છેલ્લા 6 મહિનામાં શેરમાં રોકાણકારોને 70 ટકાનું બમ્પર વળતર પણ મળ્યું છે. 2021ના મલ્ટીબેગર શેર્સમાં અજંતા સોયાનો સમાવેશ થાય છે. કારણ કે તેણે છેલ્લા એક વર્ષમાં શેરધારકોને 175 ટકાથી વધુ વળતર આપ્યું છે.
આંકડા મુજબ ડિસેમ્બર 2021 ક્વાર્ટરની અજંતા સોયાની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ દિગ્ગજ રોકાણકાર પાસે કંપનીના 1,78,500 શેર છે, જે કંપનીની કુલ ઈક્વિટી કેપિટલના 1.11 ટકા છે. ડોલી ખન્નાએ નવેમ્બર, 2021માં પોતાના પોર્ટફોલિયોમાં આ કોમોડિટી સ્ટોક ઉમેર્યો હતો અને 1.40 લાખ શેર ₹147.72 ના ભાવે ખરીદ્યા હતા. આનો અર્થ થાય છે કે ડોલી ખન્નાએ Q3FY22માં અન્ય સમયગાળામાં કંપનીમાં તેમની શેરહોલ્ડિંગ વધારી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર