Airtelના આ પ્લાનમાં યૂઝર્સને મળશે ડબલ ટૉક ટાઇમ સાથે ડેટા

File Photo

આસામ, બિહાર, ઝારખંડ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન, યુપી પશ્ચિમ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના યૂઝરો 65 રૂપિયાના પ્લાનને રિચાર્જ કરી શકશે.

  • Share this:
    દિગ્ગજ ટેલિકોમ કંપની એરટેલે ગ્રાહકોને લાભ આપવા માટે 65 રૂપિયાના સ્માર્ટ રિચાર્જ પ્લાનને અપડેટ કર્યો છે. આ સિવાય કંપનીએ ભારતીય ટેલિકોમ માર્કેટમાં ઘણા સ્માર્ટ રિચાર્જ પેક પણ રજૂ કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર એરટેલ યૂઝર્સને 65 રૂપિયાના પેકમાં ડબલ ટૉક ટાઇમ મળશે. આ પ્રીપેડ પ્લાનમાં પસંદગીના વર્તુળોમાં ઑફર કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાહકો 200 એમબી ડેટા અને 60 પૈસા પ્રતિ મિનિટના દરે વૉઇસ કૉલ્સનો લાભ લઈ શકશે.

    એરટેલનો 65 રૂપિયાનો પ્લાન

    આ પ્લાનમાં એરટેલ ગ્રાહકોને 130 રૂપિયાનો ટૉક ટાઇમ મળશે. આ સાથે, યૂઝર્સને 200 એમબી ડેટા આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહકો પ્રતિ મિનિટ 60 પૈસાના દરે વૉઇસ કૉલ કરી શકશે. આ રિચાર્જ પેકની માન્યતા 28 દિવસની છે.

    આસામ, બિહાર, ઝારખંડ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન, યુપી પશ્ચિમ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના યૂઝરો 65 રૂપિયાના પ્લાનને રિચાર્જ કરી શકશે. બીજી બાજુ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને મુંબઇના ગ્રાહકોને આ પ્લાનનો લાભ મળશે નહીં.



    એરટેલે ગયા વર્ષે ભારતીય ટેલિકૉમ માર્કેટમાં શ્રેણીબદ્ધ સ્માર્ટ રિચાર્જ પ્લાન શરૂ કર્યા હતા. ત્યારબાદ કંપનીએ આ પ્રીપેડ પેકને 10, 20 અને 50 રૂપિયાના પેક સાથે લિસ્ટ કર્યું છે. આ સિવાય ગ્રાહકોએ કંપનીના ન્યૂનતમ રિચાર્જ પેક્સનો પણ લાભ લીધો હતો.

    આ વર્ષની શરૂઆતથી એરટેલ અને વોડા-આઇડિયાના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. આને કારણે, બંને કંપનીઓ ગ્રાહકોને તેમની સાથે જોડવા માટે સસ્તા ભાવે પ્રીપેઇડ પ્લાન શરૂ કરી રહી છે.
    Published by:Bhoomi Koyani
    First published: