JIOને ટક્કર આપવા એરટેલનો નવો પ્લાન, 93માં આપે છે દરરોજનો 1 GB ડેટા

Network18 | News18 Gujarati
Updated: December 29, 2017, 12:11 PM IST
JIOને ટક્કર આપવા એરટેલનો નવો પ્લાન, 93માં આપે છે દરરોજનો 1 GB ડેટા
રિલાયન્સ જિયોનાં 98 રૂપિયાનાં પ્લાનને ટક્કર આપવા માટે એરટેલ 93 રૂપિયાનું પેક લઇને આવ્યું છે. એરટેલે આ પેકમાં 1 GB 3G/4G ડેટા અને ફ્રી લોકલ/STD કોલની સુવિધા આપી છે.

રિલાયન્સ જિયોનાં 98 રૂપિયાનાં પ્લાનને ટક્કર આપવા માટે એરટેલ 93 રૂપિયાનું પેક લઇને આવ્યું છે. એરટેલે આ પેકમાં 1 GB 3G/4G ડેટા અને ફ્રી લોકલ/STD કોલની સુવિધા આપી છે.

  • Share this:
મુંબઇ: રિલાયન્સ જિયોનાં 98 રૂપિયાનાં પ્લાનને ટક્કર આપવા માટે એરટેલ 93 રૂપિયાનું પેક લઇને આવ્યું છે. એરટેલે આ પેકમાં 1 GB 3G/4G ડેટા અને ફ્રી લોકલ/STD કોલની સુવિધા આપી છે.

એરટેલનાં 93 રૂપિયાનાં પ્રીપેડ પેકમાં અનલિમિટેડ કોલ (લોકલ,STD અને રોમિંગ કોલ) ઉપરાંત 1 GB 3G/4G ડેટા અને દરરોજ 100 SMS ફ્રીની સુવિધા શામેલ છે. પેકની માન્યતા ફક્ત 10 દિવસની છે.

તો બીજી તરફ રિલાયન્સ જિઓનો પ્લાન 98 રૂપિયામાં 2.1 GB 4G ડેટા 14 દિવસની માન્યતા સાથે આપે છે તે ઉપરાંત તમામ કોલ્સ અને જીયોની એપ્સની પણ સુવિધા ફ્રીમાં આપે છે.

એરટેલનો 93 રૂપિયાવાળો પ્લાન JIOનાં પ્લાનથી વધુ ડેટા આપે છે. એરટેલનાં પ્લાનમાં દરરોજ વધુમાં વધુ ડેટા યુઝની લિમિટ 1GB છે. હાલમાં જ જિઓ હેપી ન્યૂયર 2018 પ્લાન લઇને આવ્યો છે. કંપનીનાં પ્રીપેઇડ ગ્રાહકો માટે વધુ ડેટા આપવાની જાહેરાત કરી હતી. ત્યારે પણ એરટેલે 199 રૂપિયાનાં નવાં જિઓ પેકને ટક્કર આપવા માટે માર્કેટમાં 199 પેકમાં એક મહિનામાં 28 GB 4G ડેટાનો પ્લાન ગ્રાહકોને આપ્યો હતો.
First published: December 29, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...