એરટેલને UIDAI માં જમા કરાવવો પડ્યો 2.5 કરોડ રૂપિયાનો દંડ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 20, 2017, 12:17 PM IST
એરટેલને UIDAI માં જમા કરાવવો પડ્યો 2.5 કરોડ રૂપિયાનો દંડ

  • Share this:
દૂરસંચાર કંપની એરટેલે પોતાના ગ્રાહકોને એરટેલ પ્રેમેન્ટ બેંક ખાતા ખોલવાની બાબતમાં 2.5 કરોડ રૂપિયાનો દંડ UIDAI (Indian Unique Identification Authority)માં જમા કરાવ્યું છે. કંપની પર આરોપ છે કે, તેને પોતાના મોબાઈલ ગ્રાહકોની 'યોગ્ય સંમતિ' લીધા વગર જ તેમના ખાતા એરટેલ પેમેન્ટ બેકમાં ખોલી દીધા હતા. UIDAIએ આ બાબતે કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.

કંપનીએ આશ્વસન આપતા કહ્યું હતું કે, પોતાના 31 લાખ મોબાઈલ ગ્રાહકોના પેમેન્ટ ખાતાઓમાં આવેલ 190 કરોડ રૂપિયાની રકમને આવતા 24 કલાકમાં પરત કરી દેશે. કંપની પોતાના ગ્રાહકોને સૂચિત કરશે કે, તેમની સબસીડીને ફરીથી તે ખાતાઓ સાથે જોડવામાં આવી રહ્યાં છે, જેની પ્રાથમિક રૂપે પસંદગી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરટેલે 2.5 કરોડ રૂપિયાનો કામચલાઉ દંડ કોઈ જ શરત વગર યૂ઼આઈડીઆઈને જમા કરાવી દીધા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એરટેલે તે પણ કહ્યું કે, 31 લાખ ગ્રાહકોને એરટેલ તે સૂચના આપશે કે, તેમની સબસીડીની રકમને તેમના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. એરટેલ દ્વારા હાલમાં કરવામાં આવતી બધી જ પક્રિયાની સૂચના યૂઆઈડીએઆઈને આપવાની રહેશે અને તે આ બાબતે ઉચિત રૂપથી વિચાર વિમર્શ કરશે.
First published: December 20, 2017, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading