આ નિયમોનું પાલન કરશો તો જ મળશે વિમાન યાત્રાની મંજૂરી, ગાઇડલાઇન જાહેર

News18 Gujarati
Updated: May 21, 2020, 12:11 PM IST
આ નિયમોનું પાલન કરશો તો જ મળશે વિમાન યાત્રાની મંજૂરી, ગાઇડલાઇન જાહેર
પ્લેનમાં મુસાફરી કરવા માંગતા લોકોએ આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન અનિવાર્યપણે કરવું પડશે

પ્લેનમાં મુસાફરી કરવા માંગતા લોકોએ આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન અનિવાર્યપણે કરવું પડશે

  • Share this:
નવી દિલ્હીઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ 25 મેથી ડોમેસ્ટિક કોમર્શિયલ ફ્લાઇટ્સનું સંચાલનની ભલામણ માટે પોતાન તમામ અરેપોર્ટ્સને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી દીધી છે. તમામ મુસાફરોએ અનિવાર્યપણે SOP અનુસાર પોતાના ફોનમાં આરોગ્ય સેતુ એપ (Aarogya Setu Mobile App) પર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હશે.

AAIએ કહ્યું કે, ફોનમાં આરોગ્ય સેતુ એપ પ્રવેશ દ્વાર પર CISF/એરપોર્ટના અધિકારીઓ દ્વારા વેરિફાય કરવામાં આવશે. જોકે, 14 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આરોગ્ય સેતુ એપ અનિવાર્ય નથી.

AAIએ જણાવ્યું કે એરપોર્ટ સંચાલકોને ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશથી પહેલા મુસાફરોના સામાનને સંક્રમણ મુક્ત કરવા મોટ યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. સાથોસાથ મુસાફરો માટે એરપોર્ટ ટર્મનલ બિલ્ડિંગમાં પ્રવેશ કરતાં પહેલા થર્મલ તપાસ ક્ષેત્રમાંથી પસાર થવું અનિવાર્ય રહેશે.

20 મેના રોજ જાહેર SOP મુજબ, એરપોર્ટ ઓથોરિટીને મુસાફરોના ટર્મિનલની બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા તેમના સામાનને સેનિટાઇઝે શન માટે યોગ્ય વયવસ્થા કરવી પડશે. AAI દેશમાં 100થી વધુ એરપોર્ટનું સંચાલન કરે છે. જોકે, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓ કરે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ બુધવારે જાહેરાત કરી હતી કે દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા 25 મેથી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો, Lockdownમાં અક્ષય કુમારને થયું સૌથી મોટું નુકસાન, એક સાથે ફસાઈ 7 ફિલ્મો

કયા નિયમો પાળવા પડશે ?>> ફક્ત વેબ ચેક-ઈનને મંજૂરી છે.
>> કેબિન લગેજ લઈ જવાની છૂટ નહીં હોય.
>> ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત.
>> સુરક્ષા માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
>> ચાર ફૂટનું અંતર રાખવું જરૂરી.
>> એરપોર્ટ સ્ટાફને સહકાર આપવો પડશે.
>> મુસાફરો હવે તેમની સાથે 350 મિલીમીટર સેનિટાઇઝ લઈ જઈ શકશે.

આ પણ વાંચો, BSNLનો ખૂબ સસ્તો પ્લાન! 20 રૂપિયાથી ઓછા રિચાર્જ પર ફ્રી કૉલિંગ, 1.8GB ડેટા પણ
First published: May 21, 2020, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading