લૉકડાઉન ખુલવાની તૈયારી વચ્ચે ફ્લાઇટની ટિકિટ મોંઘી થઈ, જાણો અમદાવાદ-મુંબઈ વચ્ચેનું ભાડું

લૉકડાઉન ખુલવાની તૈયારી વચ્ચે ફ્લાઇટની ટિકિટ મોંઘી થઈ, જાણો અમદાવાદ-મુંબઈ વચ્ચેનું ભાડું
પ્રતિકાત્મક તસવીર

15થી 20 એપ્રિલ સુધી ફ્લાઇટના ભાડામાં ચાર ગણો વધારો, વધુ ભાડું વસૂલવા પર ડીજીસીએની નજર

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલું 21 દિવસનું લૉકડાઉન 14 એપ્રિલે ખતમ થવાનું છે. 14 એપ્રિલ બાદ પણ તે હટશે કે નહીં તેની પ ર હજુ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી. જોકે, ખાનગી એરલાઇન કંપનીઓએ 15 એપ્રિલથી ફ્લાઇટનું બુકિંગ શરૂ કરી દીધું છે. હાલત એવી છે કે વધુ ડિમાનડ અને ફ્લેક્સી ફેરના કારણે 15થી 21 એપ્રિલ સુધી ફ્લાઇટનું ભાડું અનેક ગણું વધી ગયું છે.

  આ રૂટ પર વધ્યું 3 ગણું ભાડું  સૌથી વધુ વધારો દિલ્હી અને મુંબઈથી પટનાની ફ્લાઇટમાં થયો છે, જ્યાં ભાડું સામાન્યથી 4 ગણું વધી થઈ ગયું છે. અનેક અન્ય રૂટ ઉપર પણ તે ત્રણ ગણું થઈ ગયું છે. જોકે, 21 એપ્રિલ બાદ આ સ્થિતિ ઊંધી છે. ત્યારથી લઈને મે સુધી ભાડું સામાન્યથી નીચે જતું રહ્યું છે.

  કેટલી મોંઘી થઈ ટિકિટ?

  મુંબઈથી અમદાવાદ
  - 15 એપ્રિલથી 4500 રૂપિયા
  - સામાન્ય દિવસોમાં 2000 રૂપિયા
  - 21 એપ્રિલ બાદ 1600 રૂપિયા

  દિલ્હીથી મુંબઈ
  - 15 એપ્રિલથી 3900 રૂપિયા
  - સામાન્ય દિવસોમાં 3000 રૂપિયા
  - 21 એપ્રિલ બાદ 2100 રૂપિયા

  આ પણ વાંચો, Corona: ટ્રમ્પની ચેતવણી બાદ ભારતે આપી મંજૂરી, અમેરિકા મોકલાશે આ જરૂરી દવાઓ

  દિલ્હીથી કોલકાતા
  - 15 એપ્રિલથી 8500 રૂપિયા
  - સામાન્ય દિવસોમાં 3500 રૂપિયા
  - 21 એપ્રિલ બાદ 2000 રૂપિયા

  મુંબઈથી પટના
  - 15 એપ્રિલથી 16000 રૂપિયા
  - સામાન્ય દિવસોમાં 4000 રૂપિયા
  - 21 એપ્રિલ બાદ 3500 રૂપિયા

  દિલ્હીથી જયપુર
  - 15 એપ્રિલથી 2400 રૂપિયા
  - સામાન્ય દિવસોમાં 1200 રૂપિયા
  - 21 એપ્રિલ બાદ- ઉપલબ્ધ નથી

   વધુ ભાડું વસૂલવા પર ડીજીસીએની નજર

  વધુ ભાડાને લઈને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેનનું કહેવું છે કે, હાલ મુસાફરી કરનારા મજબૂરીમાં જશે તેથી સરકાર ધ્યાન આપે કે એરલાઇન્સ વધુ ભાડું ન વસૂલે. તેની પર ડીજીસીએ કહ્યું કે, જ્યારે લૉકડાઉન ખતમ થવાનો નિર્ણય લેવાશે તો ચોક્કસપણે અમે ધ્યાન આપીશું કે ખાનગી એરલાઇન્સ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને વધુ ભાડું ન વસૂલે.

  આ પણ વાંચો, એક સંક્રમિત વ્યક્તિના માધ્યમથી હવામાં કેટલી દૂર સુધી જઈ શકે છે કોરોના વાયરસ?


   
  Published by:News18 Gujarati
  First published:April 08, 2020, 10:49 am

  ટૉપ ન્યૂઝ