AirAsia આપી રહી છે ફ્લાઇટ ટિકિટ પર 70% ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: October 15, 2018, 1:25 PM IST
AirAsia આપી રહી છે ફ્લાઇટ ટિકિટ પર 70% ડિસ્કાઉન્ટ
એર એશિયા ફ્લાઇટ

સૌથી સસ્તી ફ્લાઇટ ટિકિટ આપનારી કંપની એર એશિયાએ રવિવારે તહેવારોની સિઝન જોતા જ તેનાં ભાડામાં 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની સાથે સ્પેશલ પ્રોમો ઓફરની જાહેરાત કરી છે.

  • Share this:
નવી દિલ્હી: સૌથી સસ્તી ફ્લાઇટ ટિકિટ આપનારી કંપની એર એશિયાએ રવિવારે તહેવારોની સિઝન જોતા જ તેનાં ભાડામાં 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની સાથે સ્પેશલ પ્રોમો ઓફરની જાહેરાત કરી છે. કંપની દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ગ્રાહક 15 ઓક્ટોબર, 2018થી 30 જૂન 2019 વચ્ચેની મુસાફરી માટે 15 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર વચ્ચે બૂકિંગ કરી શકે છે.

આ ઓફર એર એશિયાનાં ગ્રુપ નેટવર્ક દ્વારા સંચાલિત ફ્લાઇટ એટલે કે, એર એશિયા ઇન્ડિયા (કોડ-I5), એર એશિયા બેરહાદ (કોડ-AK), થાઇ એરએશિયા (કોડ-FD) અને એર એશિયા એક્સ (કોડ-D7) પર ઉપલબ્ધ છે

આ ડિસ્કાઉન્ટ એર એશિયા ડોટ કોમ અને એર એશિયા મોબાઇલ એપ દ્વારા કરવામાં આવેલી તમામ બુકિંગ્સ પર લાગૂ થશે. યાત્રીઓ એર એશિયા દ્વારા 21 સ્થાનિક ફ્લાઇટ જેમ કે, બેંગ્લુરૂ, નવી દિલ્હી, કોલકત્તા, કોચ્ચિ, ગોવા, જયપુર, ચંદીગઢ, પુણે, ગુવાહાટી, ઇમ્ફાલ, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, શ્રીનગર, બાગડોગરા, રાંચી,ભુવનેશ્વર, નાગપુર, ઇંદોર, સૂરત, અમૃતસર અને ચેન્નઇ આટલી જગ્યાઓ માટે ફ્લાઇટ પસંદ કરી શકો છો.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રિય મુસાફરી કુઆલાલમ્પુર, બેંકકોક,ક્રાબી, સિડની, ઓકલેન્ડ, મેલબર્ન, સિંગાપુર, બાલી અને અન્ય સ્થળો માટે પણ ફ્લાઇટ પસંદ કરી શકો છો. એર એશિયા બિગ સભ્યો તેમનાં એર એશિયા બિગ પોઇન્ટ્સનો ઉપયોગ કરીને ફ્લાઇટ ટિકિટ રિડીમ કરાવી સેલનો લાભ ઉઠાવી શકે છે.

આ પણ વાંચો-
SBI યૂઝર્સ ધ્યાન આપોઃ આ કામ નહીં કરો તો બંધ થઇ જશે તમારું ઓનલાઇન એકાઉન્ટ!
Loading...

આ દિવાળી પર 1099 રુપિયામાં કરો હવાઇ સફર! બૂકિંગ કરાવવાનો આજે છેલ્લો દિવસ
પેટ્રોલ-ડીઝલઃ સરકારે જેટલા ભાવ ઘટાડ્યાં એટલા તો માત્ર નવ દિવસમાં વધી ગયા!
First published: October 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...