પાક. શેર બજારમાં કડાકો, કરાંચી સ્ટૉક એક્સચેન્જ 364 પોઇન્ટ ડાઉન

કરાંચી સ્ટૉક એક્સચેન્જમાં કડાકો બોલ્યો છે. સવારથી જ બજાર તળિયે બેસી ગયું હતું.

ભારતની કાર્રવાઇના કારણે પાકિસ્તાનમાં ગલી મહોલ્લાઓથી લઈને શેર બજાર સુધી હડકંપ મચી ગયો છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ સીમા પાર છૂપાયેલા આંતકવાદીઓના કેમ્પ પર હુમલો કરી અને મોટી કાર્યવાહી કરી છે. ભારતની હુમલામાં પાકિસ્તાનની શેર બઝારમાં પણ ભૂકંપ આવ્યો છે. કરાંચી સ્ટૉક એક્સચેન્જ આ હુમલાના પગલે 364 પોઇન્ટ તૂટ્યો છે. શેર બઝારમાં કડાકો બોલતા પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે.

  ભારતીય બજાર પણ તુટ્યુ
  ભારતીય બજારમાં પણ શરૂઆતમાં કડાકો બોલ્યો હતો, જોકે, શરૂઆતમાં કડાકો બોલ્યા બાદ હાલમાં બજાર સુધારા પર છે. શરૂઆતમાં 219 પોઇન્ટનો કડાકો બોલ્યા બાદ બજાર સ્થિર હતું. ભારતની હુમલાના કારણે પાકિસ્તાનમાં મોટા ભાગની કંપનીઓના શેર તુટ્યા હતા.

  સવારે ભારતે હુમલો કર્યો
  ઉલ્લેખનીય છે કે પુલવામામાં સીઆરપીએફના જવાનોના કાફલા પર ફિદાયીન હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ હતો. સૌના મોઢે એક માગ હતી કે પાકિસ્તાનના આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે, આ ઘટના બાદ ભારતે જવાબી કાર્રવાઈમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠનોને નિશાને લીધા હતા અને એક પછી એક બૉમ્બ વરસાવી મિરાજ વિમાનોમાંથી હુમલો કર્યો હતો. ભારતે 1,000 કિલોમી ક્ષમતાના લેસર યુક્ત બૉમ્બ ફેંકતા 300થી વધુ આતંકીઓનો સફાયો થયો હોવાની શક્યતા છે.
  Published by:Jay Mishra
  First published: