એર ઈન્ડિયાનું સર્વર પાંચ કલાક બંધ રહેતા દેશભરમાં યાત્રીઓ પરેશાન

યાત્રીઓએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો પણ કર્યો.

એર ઈન્ડિયાનું સર્વેર સવારે 3.30 વાગ્યાથી ડાઉન હતું. જેનાથી દુનિયાભરના યાત્રીઓને પેરશાનીનો સામનો કરવો પડ્યો હતો.

 • Share this:
  આજે વહેલી સવારથી પાંચ કલાક સુધી એર ઈન્ડિયાનું સર્વર ઠપ રહ્યું હતું. એરલાઈનના સીએમડી અશ્વિની લોહાણીએ જ આ વાતની માહિતી આપી હતી.

  શનિવારે સવારે 3.30 વાગ્યાથી સર્વરમાં તકલીફ આવી હતી. તેના કારણે સમગ્ર દુનિયાની ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ફ્લાઈડ મોડી થવાથી યાત્રીઓને થયેલી પરેશાની માટે એરલાઈને માફી માંગી છે.

  અમુક યાત્રીઓના જણાવ્યા પ્રમાણે તેઓ 4-5 કલાકથી પરેશાન થઈ રહ્યા છે. તેમની ફરિયાદ છે કે, એર ઈન્ડિયાના કર્મચારીઓ તરફથી સંતોષકારક જવાબ પણ નથી મળી રહ્યો. સર્વર ડાઉન હોવાના કારણે યાત્રીઓને બોર્ડિંગ પાસ પણ મળ્યા નહતા. તેથી યાત્રીઓએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો પણ કર્યો હતો. સર્વર સવારે 3.30 વાગ્યાથી ડાઉન હતું. તેની અસર દરેક ફ્લાઈટ ઉપર પડી હતી.

  સર્વર ઠપ હોવાના કારણે ડોમેસ્ટિકની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ હતી. એરલાઈન્સના SITA સર્વરમાં ખરાબીની વાત ખૂદ કંપનીએ સ્વીકારી છે. સર્વર ડાઉન હોવાના કારણે યાત્રીઓને બોર્ડિંગ પાસ પણ મળ્યા નહતા. તેથી યાત્રીઓએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો પણ કર્યો હતો.  એર ઈન્ડિયાનું સર્વેર સવારે 3.30 વાગ્યાથી ડાઉન હતું. જેનાથી દુનિયાભરના યાત્રીઓને પેરશાનીનો સામનો કરવો પડ્યો હતો.તેની અસર દરેક ફ્લાઈટ ઉપર પડી હતી.
  Published by:Bhoomi Koyani
  First published: