હવે એર ઇન્ડિયાની ટિકિટ કેન્સલ કરવા પર નહીં લાગે ચાર્જ

યાત્રી આ સુવિધાનો લાભ ત્યારે લઇ શકશે જ્યારે તેમની બૂક ટિકિટ ઓછામાં ઓછા સાત દિવસ બાદ લીધી હોય.

News18 Gujarati
Updated: April 28, 2019, 2:48 PM IST
હવે એર ઇન્ડિયાની ટિકિટ કેન્સલ કરવા પર નહીં લાગે ચાર્જ
યાત્રી આ સુવિધાનો લાભ ત્યારે લઇ શકશે જ્યારે તેમની બૂક ટિકિટ ઓછામાં ઓછા સાત દિવસ બાદ લીધી હોય.
News18 Gujarati
Updated: April 28, 2019, 2:48 PM IST
એર ઈન્ડિયાએ ટિકિટ બુક કરાવ્યાના 24 કલાકમાં તેને રદ્દ કરવા અથવા તો તેમાં કોઈ ફેરફાર કરવા પહેલી મેથી કોઈ ચાર્જ નહિં લગાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય 1 મેથી અમલમાં આવશે. જેની જાણકારી એરલાઈન કંપનીના એક દસ્તાવેજ પરથી મળી છે.

જો કે, મુસાફરો આ સુવિધાનો લાભ ત્યારે જ લઈ શકશે જ્યારે તેના દ્વારા બુક કરાવેલી ટિકિટ ઓછામાં ઓછા સાત દિવસ પછી લીધી હોય. ભારતીય વિમાન નિયામક ડિજીસીએએ 27 ફેબ્રુઆરીએ પેસેન્જર ચાર્ટર જારી કર્યું હતું. તેમાં આ પણ સામેલ છે, જે એક મેથી લાગુ થશે.

એર ઇન્ડિયાની ટિકિટ રદ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. એર ઇન્ડિયાએ ટિકિટની બુકિંગના 24 કલાકની અંદર રદ કરવા અથવા તેને બદલવા માટે 1 મેથી કોઈ ચાર્જ ન લેવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય 1 મેથી અસરકારક રહેશે.

આ પણ વાંચો:  1 મે થી થશે આ પાંચ મોટા ફેરફાર, ગ્રાહકો પર પડશે સીધી અસર

એર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) એ 24 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલ એક સર્ક્યુલરમાં આ નિર્ણયને લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને 27 ફેબ્રુઆરીના રોજ પેસેન્જર ચાર્ટર ઈશ્યૂ કર્યું હતું તેમાં પણ આ નિયમનો સમાવેશ થાય છે,
Loading...

એર ઇન્ડિયાએ આ સાથે ખાણીપીણીના મેન્યૂમાં પણ ફેરફાર કર્યો છે. હવે યાત્રીઓને હેવી નાસ્તો અને જમવાનું આપવામાં આવશે. આ નિયમ તમામ સેક્ટર પર ઇકોનોમી ક્લાસ પરંતુ બિઝનેસ ક્લાસ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં લાગૂ કરી દીધો છે. હવે યાત્રીઓને વિમાનમાં બેસતાની સાથે જ વેલકમ ડ્રિંક અને કોલ્ડ ડ્રિંક અથવા તો પેક્ડ જ્યૂસની જગ્યાએ આમ પન્ના, મસાલા લસ્સી અને છાશ આપવામાં આવશે.
First published: April 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...