એર ઈન્ડિયાની 100% હિસ્સેદારીની સાથે આ બે કંપનીને પણ વેચવા માટે સરકારે મંગાવી બોલીઓ

News18 Gujarati
Updated: January 27, 2020, 10:03 AM IST
એર ઈન્ડિયાની 100% હિસ્સેદારીની સાથે આ બે કંપનીને પણ વેચવા માટે સરકારે મંગાવી બોલીઓ
મોદી સરકારે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરપોર્ટ સર્વિસ કંપની AISATSને પણ વેચવા માટે બોલીઓ આમંત્રિત કરી

મોદી સરકારે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરપોર્ટ સર્વિસ કંપની AISATSને પણ વેચવા માટે બોલીઓ આમંત્રિત કરી

  • Share this:
નવી દિલ્હી : ભારે-ભરખમ દેવામાં ડૂબેલી સરકારી એવિએશન કંપની એર ઈન્ડિયા (Air India Sale)માં પોતાની તમામ હિસ્સેદારી વેચવા માટે સરકારે બોલીઓ મંગાવી છે. તેની અંતિમ તારીખ 17 માર્ચ 2020 છે. સાથોસાથ સરકારે સબ્સિડિયરી કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) અને એરપોર્ટ સર્વિસ કંપની AISATSને પણ વેચવા માટે બોલીઓ આમંત્રિત કરી છે. એર ઈન્ડિયાને વેચવા માટે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સએ હાલમાં ડ્રાફ્ટને મંજૂરી આપી છે. ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)ની અધ્યક્ષતાવાળી જીઓએમની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

સરકાર એર ઈન્ડિયાની 100 ટકા હિસ્સેદારી વેચી રહી છે. ગયા વર્ષે 76 ટકા શૅર વેચવા માટે બોલીઓ મંગાવવામાં આવી હતી પરંતુ કોઈ ખરીદનાર ન મળ્યો. ત્યારબાદ ટ્રાન્જેક્શન એડવાઇઝર ઈવાયે બોલી પ્રક્રિયા નિષ્ફળ રહેવાના કારણો પર રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટના આધારે આ વખતે શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.


એર ઈન્ડિયા લાંબા સમયથી ખોટમાં ચાલી રહી છે. 2018-19માં 8,556.35 કરોડ રૂપિયાની ખોટ (પ્રોવિઝનલ) થઈ. એરલાઇન પર 50,000 કરોડ રૂપિયાથી પણ વધુનું દેવું છે. તેથી સરકાર એર ઈન્ડિયાને વેચવા માંગે છે. માર્ચ સુધી વેચાણ પ્રક્રિયા પૂરી કરવાની યોજના છે.

નોંધનીય છે કે, સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે સંકટના સમયથી પસાર થઈ રહેલી એર ઈન્ડિયાને જો કોઈ નવો ખરીદનાર નહીં મળે તો તેને બંધ કરવી પડી શકે છે. નાની-નાની આર્થિક વ્યવસ્થાની મદદથી એર ઈન્ડિયાનું ઓપરેશન ચાલુ રાખવું મુશ્કેલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો, બજેટ 2020: નિર્મલા સીતારમણથી આ છે અપેક્ષાઓ, વધી શકે છે આપની કમાણી
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading