સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા રિપબ્લિક ડેના દિવસે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય યાત્રા માટેની ટિકિટ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ઘરેલુ રૂટ પર એર ટિકિટનો પ્રારંભિક ખર્ચ 979 રૂપિયા છે. એરલાઇનના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.
સેલ હેઠળ એર ઇન્ડિયા ટિકિટ પર બમ્પર ડિસ્કાઉન્ટ પર ટિકિટનું વેચાણ માત્ર ત્રણ દિવસ માટે જ હશે. આ સેલમાં ટિકિટ બૂકિંગ 26 જાન્યુઆરી અને 28 જાન્યુઆરી 2019 સુધી કરી શકશે. આ ટિકિટ 30 સપ્ટેમ્બર 2019 સુધી મુસાફરી કરવા માટે માન્ય રહેશે.
'આવો પહેલા, મેળવો પહેલા' ના આધારે ટિકિટ ઉપલબ્ધ થશે. આ ટિકિટને 'આવો પહેલા, મેળવો પહેલા'ના આધાર પર એર ઇન્ડિયાની વેબસાઇટ, એરલાઇન અને સિટી બૂકિંગ ઓફિસ, કોલ સેન્ટર્સ અને ટ્રાવેલ એજન્ટ દ્વારા ખરીદી શકો છો.
ઘરેલુ રુટ પર ઇકોનોમી ક્લાસમાં ટિકિટની પ્રારંભિક કિંમત 979 રૂપિયા છે, જ્યારે બિઝનેસ ક્લાસમાં ટિકિટની કિંમત 6965 છે. આ તમામ ભાવમાં ટેક્સ સામેલ છે.
અમેરિકાની મુસાફરી સૌથી સસ્તી!
ઇન્ટરનેશનલ રૂટ પર સસ્તી રાઉન્ડ ટ્રીપ ટિકિટ અમેરિકાની યાત્રા માટે મળી રહી છે. ઇકોનોમી ક્લાસ માટે રાઉન્ડ ટ્રીપ ટિકિટની પ્રારંભિક કિંમત 55,000 રુપિયા છે. યુકે અને યુરોપ માટે, ઇકોનોમી ક્લાસનો પ્રારંભિક ભાવ 32,000 રુપિયા છે. શરૂઆતમાં, ઑસ્ટ્રેલિયા માટે ઇકોનોમિક ક્લાસમાં ટિકિટની પ્રારંભિક કિંમત રૂ. 50,000 હશે.
સુદૂર પૂર્વી એશિયાઇ અને દક્ષિણ પૂર્વી એશિયાના દેશો માટે ટિકિટ 11000 રુપિયાથી શરૂ થાય છે. એ જ રીતે, સાર્ક અને ગલ્ફ દેશો માટે ટિકિટોની કિંમત અત્યંત આર્થિક રહેશે. આ તમામ ઇન્ટરનેશનલ રુટ પર બિઝનેસ ક્લાસની ટિકિટ પણ ઉપલબ્ધ થશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર