ન્યૂઝ18 ગુજરાતી: જો તમે સારી નોકરી અને સેલરીની શોધમાં છો તો તમારી પાસે એક સારો ચાન્સ છે. એર ઇન્ડિયાએ જુદી-જુદી જગ્યાઓ માટે અરજીઓ મગાવી છે. જેની સેલરી એક લાખ રૂપિયાથી વધારે છે. એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ (AISEL)એ એરક્રાફ્ટમાં મેન્ટેનન્સ એન્જિયરની જગ્યા માટે જાહેરાત આપી છે.
એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ (AISEL)એ 160 જગ્યાઓ માટે અરજીઓ મગાવી છે. આ જગ્યાઓ પર ભરતી માટે 1 એપ્રિલથી 12 એપ્રિલ 2019 સુધી વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર ઉમેદવારોને નિશ્ચિત સમય માટે રોજગારના આઘારે પાંચ વર્ષ માટે કામ પર રાખવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને 95,000થી 1,28,000 દર મહિને વેતન ચૂકવવામાં આવશે.
Air India recruitment 2019 માટે લાયકાત
આ જગ્યાઓ માટે 12મું પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. જોકે, 12માં ભૌતિક, રસાયણ વિજ્ઞાન, ગણિત હોવું જરૂરી છે. ઉમેદવાર પાસે તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
ઉંમર: સામાન્ય વર્ગ માટે મહત્તમ વય મર્યાદા 55 વર્ષ છે. જ્યારે અન્ય જ્ઞાતિઓમાં આવતાં લોકો માટે વય મર્યાદા 58 અને SC/ ST માટે વય મર્યાદા 60 વર્ષ છે.