Jet Airwaysનાં યાત્રીઓ માટે Air India આપશે ખાસ ઓફર!

News18 Gujarati
Updated: April 19, 2019, 4:01 PM IST
Jet Airwaysનાં યાત્રીઓ માટે Air India આપશે ખાસ ઓફર!
પ્રતીકાત્મક તસવીર

એર ઇન્ડિયાએ કહ્યું કે, 'જેમની પાસે જેટ એરવેઝની પરતની કન્ફોર્મ ટિકિટ હશે, તેઓ આ એર ઇન્ડિયાની ખાસ સુવિધાઓનો ફાયદો લઇ શકે છે.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: દેશની મોટી ખાનગી એવિએશન કંપની જેટ એરવેઝનાં અસ્થાયી રીતે ઓપરેશન બંધ થવાને કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. આને દૂર કરવા માટે સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ મોટું પગલુ ભર્યું છે. એર ઈન્ડિયાએ જેટ એરવેઝનાં યાત્રીઓ માટે ખાસ ભાડૂ આપ્યું છે.

એર ઇન્ડિયાએ આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પેરિસ, લંડન હીથ્રો, સિંગાપુર, દુબઇ, હોંગકોંગ, અબૂધાબી, જેહાદ અને મસ્કટ વિદેશી હવાઇ મથકો પર ફસાયેલા યાત્રીઓને છૂટ આપવામાં આવશે. તમને જણાવીએ કે  બુધવારે મધ્યરાત્રીથી જેટ એરવેઝની પોતાની વિમાન સેવાઓને અસ્થાયી રૂપથી બંધ કરી દીધી છે. આ પછી એરલાઇન્સથી યાત્રા કરનારા યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: પાયલટે PMને લખ્યો ભાવુક પત્ર, કહ્યું- 20 હજાર લોકોનો રોજગાર બચાવી લો

જેટ એરવેઝ યાત્રીઓ માટે એર ઇન્ડિયનના નવા પ્લાન

1. એર ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો પર ફસાયેલા મુસાફરો માટે ખાસ ભાડા રજૂ કર્યા છે.
2. જે રૂટ પર બંન્ને કંપનીઓનાં સીધા રૂટની સુવિધા હતી, તેમાં એરવેઝનાં ઇકોનોમી ક્લાસનાં યાત્રીઓને એરઇન્ડિયા સસ્તી ટિકિટ આપશે.3. એર ઇન્ડિયાએ કહ્યું કે, 'જેમની પાસે જેટ એરવેઝની પરતની કન્ફોર્મ ટિકિટ હશે, તેઓ આ એર ઇન્ડિયાની ખાસ સુવિધાઓનો ફાયદો લઇ શકે છે.'
4. ઇન્ટરનેશનલ એર ટ્રાંસપોર્ટ એસોશિએશન એટલે આઈએટીએ દ્વારા જેટ એરવેઝ ક્લિયરીંગ હાઉસ સિસ્ટમની સભ્યતાથી કાઢી નાંખવાને કારણે યાત્રીઓને રિફંડ મળવામાં મોટી મુશ્કેલી પડી શકે છે.
First published: April 19, 2019, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading