Home /News /business /Air India એ મુસાફરોને આપી મોટી રાહત! મફતમાં બદલી શકશે યાત્રાનો સમય

Air India એ મુસાફરોને આપી મોટી રાહત! મફતમાં બદલી શકશે યાત્રાનો સમય

કોવિડના કેસ વધવાથી એરલાઇન ઉદ્યોગ ભારે ભીંસમાં આવી ગયો છે (પ્રતિકાત્મક તસવીર)

Air India Airlines - દેશમાં કોરોના (Covid-19)ના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી એર ઇન્ડિયા (Air India)એ હવાઇ મુસાફરી કરતા યાત્રીઓને મોટી રાહત આપી છે

નવી દિલ્હી : દેશમાં કોરોના (Covid-19)ના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી એર ઇન્ડિયા (Air India)એ હવાઇ મુસાફરી કરતા યાત્રીઓને મોટી રાહત આપી છે. કોવિડ-19ના કેસો અને ત્રીજી લહેરના ભયાનક સ્વરૂપને ધ્યાનમાં રાખી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટો (Domestic Flights) માટે તારીખ કે ઉડાન (Flight)ની સંખ્યામાં એક વખત મફતમાં સુધારો કરવાની સુવિધા આપી છે. ટ્વિટર દ્વારા એર ઇન્ડિયાએ જણાવ્યું કે, ડોમેસ્ટિક મુસાફરો 31 માર્ચ, 2022 સુધી અથવા તે પહેલા કંફર્મ્ડ ટ્રાવેલ (Confirmed Travel)ની સાથે તારીખ (Change of Date) અથવા ઉડાનની સંખ્યામાં પરિવર્તન કરી શકે છે.

એર ઇન્ડિયાએ ટ્વિટ કરી જણાવ્યું કે, કોવિડના કેસોમાં વધારાને કારણે તાજેતરની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા 31.03.22ના રોજ અથવા તે પહેલાની પુષ્ટિ થયેલ મુસાફરી સાથેની તમામ ડોમેસ્ટિક ટિકિટો (098) માટે તારીખ અથવા ફ્લાઇટ નંબરમાં ફેરફાર માટે 'વન ફ્રી ચેન્જ' ઓફર કરી રહી છે.

આ પણ વાંચો - Bank Strike: બેંકોમાં હડતાળના કારણે ફરી ઠપ થશે કામ, આ વખતે સરકારી સાથે ખાનગી બેંકો પણ રહેશે બંધ

કોવિડથી અસરગ્રસ્ત છે એરલાઇન બિઝનેસ

કોવિડના કેસ વધવાથી એરલાઇન ઉદ્યોગ ભારે ભીંસમાં આવી ગયો છે. કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ તેની ફ્લાઈટ નંબર 20 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિગોનું કહેવું છે કે મુસાફરી શરૂ થવાના ઓછામાં ઓછા 72 કલાક પહેલા ફ્લાઇટ રદ કરવામાં આવશે અને ગ્રાહકોને આગામી ફ્લાઇટમાં શિફ્ટ કરવામાં આવશે.

એર ઇન્ડિયાએ ટ્વિટ કરી માહિતી આપી


પ્લાન B હેઠળ તેમની મુસાફરી પણ બદલી શકાય છે. પ્લાન B વિશેની માહિતી ઈન્ડિગોની વેબસાઈટ પર આપવામાં આવશે. કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કંપની 31 જાન્યુઆરી સુધી મુસાફરો પાસેથી કોઈ 'ચેન્જ ફી' વસૂલશે નહીં. મુસાફરો તેમની જરૂરિયાત મુજબ તે જ પૈસાથી 31 જાન્યુઆરી સુધી અન્ય કોઈપણ ફ્લાઇટમાં ટિકિટ લઈ શકશે.

આ પણ વાંચો - ક્યાં પૈસા જમા કરાવવા વધુ સારા? બેંક કે પોસ્ટઓફિસ, ક્યાં મળશે વધુ રિર્ટન, જાણો

સ્પાઇસ જેટે જાહેર કરી ઓફર

સ્પાઈસજેટે 31 જાન્યુઆરી સુધી બદલાવની ફી પણ માફ કરી દીધી છે. કોરોનાને કારણે જે મુસાફરો તેમના પ્રવાસના પ્લાન બદલી રહ્યા છે, તેઓ 31 જાન્યુઆરી સુધી અન્ય કોઈપણ ફ્લાઈટમાં કોઈપણ અન્ય તારીખ માટે ટિકિટ લઈ શકે છે. ઇચ્છિત સીટ લેવા માટે મુસાફરોને ચાર્જમાં 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: COVID-19, Domestic flights, એર ઇન્ડિયા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन