શું તમે Air India ફ્લાઇટમાં ટિકિટ બૂક કરાવી છે? તો આ ખાસ વાંચો

News18 Gujarati
Updated: October 15, 2019, 2:05 PM IST
શું તમે Air India ફ્લાઇટમાં ટિકિટ બૂક કરાવી છે? તો આ ખાસ વાંચો
એર ઇન્ડિયા પર 60 હજાર કરોડનું દેવું

આ કિસ્સામાં સૌથી મોટું ટેન્શન ગ્રાહકોને છે. જો કોઈ કારણોસર બળતણ પુરવઠો બંધ કરવામાં આવે છે, તો ફ્લાઇટ રદ થઈ શકે છે.

  • Share this:
ભારત ભલે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા એવિએશન બજારમાંથી એક છે પરંતુ દેશની અગ્રણી એરલાઇન કંપની એર ઇન્ડિયાની આર્થિક સ્થિતિ ખરાબ છે. એર ઇન્ડિયાની આર્થિક સ્થિતિ એટલી કથળી રહી છે કે તેમના 5000 કરોડ રુપિયા ઓઇલ કંપનીઓમાં ભરવાના બાકી છે. આ પરિસ્થિતિ વચ્ચે જો તમે દિવાળી પર ફરવા જવા પર એર ઇન્ડિયા ફ્લાઇટમાં ટિકિટ બૂક કરાવી છે તો એ રદ થઇ શકે છે, જાણો શા માટે

દેશની સૌથી મોટી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીએ એર ઈન્ડિયા (Air India) ને કહ્યું છે કે જો 18 ઑક્ટોબર સુધીમાં રકમ ચૂકવણી કરવામાં નહીં આવે તો 6 મોટા એરપોર્ટ પર બળતણ પુરવઠો બંધ કરવામાં આવશે. તમે બળતણ વિના કેવી રીતે ઉડી શકો છો?

આઇઓસીએ કહ્યું છે કે એર ઇન્ડિયાએ દર મહિને 100 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની શરત પૂરી કરી નથી. આ પહેલા 22 ઓગસ્ટના કોચી, મોહાલી, પુના, પટણા, રાંચી અને વિશાખાપટ્ટનમ - 6 એરપોર્ટ પર એર ઇન્ડિયાને બળતણ આપવાનું બંધ કર્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની દખલ પછી, 7 સપ્ટેમ્બરથી ફરી સપ્લાય શરૂ થઈ. આ કિસ્સામાં સૌથી મોટું ટેન્શન ગ્રાહકોને છે. જો કોઈ કારણોસર બળતણ પુરવઠો બંધ કરવામાં આવે છે, તો ફ્લાઇટ રદ થઈ શકે છે.

ગયા અઠવાડિયે, બીપીસીએલ અને એચપીસીએલે એર ઇન્ડિયાને એક પત્ર મોકલ્યો હતો અને તેમને તાત્કાલિક ચૂકવણી કરવા જણાવ્યું હતું. તે જ સમયે, 5 ઑક્ટોબરે, એર ઈન્ડિયાને કહેવામાં આવ્યું હતું કે 11 ઑક્ટોબર સુધી રકમ ચૂકવવામાં નહીં આવે તો સપ્લાય બંધ કરવામાં આવશે.5000 કરોડ બાકી - એર ઇન્ડિયાના 5000 કરોડ રૂપિયાના બાકી હોવાની માહિતી આપવામાં આવી હતી. એર ઇન્ડિયા તરફથી ચુકવણી કરવામાં 8 મહિનાનો વિલંબ છે.ફક્ત 18ઑક્ટોબર સુધી - એર ઇન્ડિયાએ આ બાબતે કંપનીઓને પત્ર મોકલ્યો છે અને બળતણ પુરવઠો બંધ ન કરવાની અપીલ કરી છે. જો કે, જવાબમાં કંપનીઓએ કહ્યું છે કે એર ઇન્ડિયાએ ચુકવણી અંગે કોઈ સમય મર્યાદા આપી નથી. તેથી, અપીલને ધ્યાનમાં રાખીને કંપનીઓ 18 ઑક્ટોબર સુધીનો સમય આપી રહી છે.


>> એર ઇન્ડિયા પર 60 હજાર કરોડનું દેવું છે.

>> એરલાઇને ગયા નાણાકીય વર્ષ (2018-19) માં 8,400 કરોડ રુપિયાનું નુકસાન કર્યું છે.

>> તેમાં વિનિવેશ કરવાની સરકારની યોજના છે. પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થઈ શકે છે.

આ છ એરપોર્ટ પર નહીં ઉડી શકે Air Indiaની ફ્લાઇટ

આ પણ વાંચો: આ બૅન્કમાં કરવો FD, મફતમાં મળશે રુ. 1 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ

આ પણ વાંચો: Vodafoneનો 69 રુપિયાનો પ્લાન, 28 દિવસની વેલિડિટી સાથે મળશે 4જી ડેટા
First published: October 15, 2019, 1:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading