Air Indiaએ શરુ કરી નવી સ્કીમ, હવે 10 કિલો વધારે લઇ જઇ શકશો સામાન

જો તમે એર ઇન્ડિયાથી મુસાફરી કરવા જઇ રહ્યા છો અને તમારી પાસે સામાન વધુ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એર ઇન્ડિયાને મુસાફરો માટે 10 કિલો સુધી વધારાની બેગ લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે

News18 Gujarati
Updated: May 6, 2019, 2:33 PM IST
Air Indiaએ શરુ કરી નવી સ્કીમ, હવે 10 કિલો વધારે લઇ જઇ શકશો સામાન
એર ઇન્ડિયાએ શરુ કરી ખાસ ઉડાન
News18 Gujarati
Updated: May 6, 2019, 2:33 PM IST
જો તમે એર ઇન્ડિયાથી મુસાફરી કરવા જઇ રહ્યા છો અને તમારી પાસે સામાન વધુ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એર ઇન્ડિયાને મુસાફરો માટે 10 કિલો સુધી વધારાની બેગ લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે. આ વધારાના સામાન માટે યાત્રીઓ પાસેથી વધારાનો ચાર્જ લેવામાં આવે છે ત્યારે એર ઇન્ડિયાએ આ યોજનાથી વધુ મુસાફરોને આકર્ષિત કરવા નવી સ્કીમ શરુ કરી છે.

પરિવાર સાથે ફરવા જવુ રહશે સરળ

મોટાભાગના લોકો ઉનાળામાં રજાઓ દરમિયાન તેમના પરિવારો સાથે ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સામાન વધુ હોય છે. જ્યારે સામાન વધારે થાય ત્યારે અનેક વખત એરપોર્ટ પર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કિસ્સામાં એર ઇન્ડિયાની આ યોજનાઓ આવા મુસાફરો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. 10 કિલો સુધી વધારાનો સામાન લઇ જવાની પરવાનગી સાથે મુસાફરોને પૂરતી સુવિધાઓ મળશે.

ઉડ્ડયન કંપનીઓ વધારાની સામાન માટે લે છે ચાર્જ

દેશમાં ઘરેલું ફ્લાઇટ્સ માટે લગેજ ચાર્જ 500 રુપિયા સુધી હોય છે, જેનાથી મુસાફરો પર બોજ વધારે રહે છે.

એર ઇન્ડિયાએ શરુ કરી ખાસ ઉડાન
Loading...

ચક્રવાત તોફાન ફાનીને લઇને યાત્રીઓ માટે કંપનીએ દિલ્લીથી ભુવનેશ્વરની ફ્લાઇટમાં આ સુવિધા શરુ કરી દીધી છે. એર ઇન્ડિયા તરફથી ભુવનેશ્વરથી ફ્લાઇટ સેવા દિલ્હીથી 5.45 વાગ્યે ચાલી હતી.

ફ્રી મા પહોંચી રહી છે રાહત સામગ્રી

શુક્રવારે ચક્રવાત ફાનીએ બંગાળની ખાડીમાં હુમલો કર્યો હતો, ઓરિસ્સાના ઘણા જિલ્લાઓને વિનાશ કર્યો છે. ભારે નુકસાનની અહેવાલો મળી રહ્યા. ત્યાં લોકોની મદદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એરલાઇન એર ઇન્ડિયાએ દેશના લોકોને અપીલ કરી છે કે ઓડિશા લોકોની મદદ માટે આગળ આવો. આ ઉપરાંત એરલાઇને ઓડિશાના લોકોના સામાનને મફત પહોંચાડવાની વાત કરી છે.
First published: May 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...