Air Indiaએ સીનિયર સિટીઝન માટે ડિસ્કાઉન્ટની કરી જાહેરાત, જાણો કેવી રીતે મળશે ભાડામાં 50% છૂટ

Air Indiaએ સીનિયર સિટીઝન માટે ડિસ્કાઉન્ટની કરી જાહેરાત, જાણો કેવી રીતે મળશે ભાડામાં 50% છૂટ
દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ (Air India) સીનિયર સિટીઝનને આકર્ષિત કરવા માટે શાનદાર સ્કીમ શરૂ કરી

દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ (Air India) સીનિયર સિટીઝનને આકર્ષિત કરવા માટે શાનદાર સ્કીમ શરૂ કરી

  • Share this:
    નવી દિલ્હી : દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ (Air India) સીનિયર સિટીઝનને આકર્ષિત કરવા માટે શાનદાર સ્કીમ શરૂ કરી છે. સ્કીમ અંતર્ગત કોઈ સિનીયર સિટીઝન એર ઇન્ડિયાની ફ્લાઇટથી યાત્રા કરશે તો તેમને બેસિક ફેયરમાં 50 ટકાની છૂટ આપવામાં આવશે. એવિએશન મિનિસ્ટ્રીએ (Ministry of Civil Aviation)જણાવ્યું કે એર ઇન્ડિયાની આ સ્કીમ દેશભરમાં બધા રુટ પર લાગુ રહેશે. આ માટે સિનીયર સિટીઝન પેસેન્જરે ઓછામાં ઓછા 3 દિવસ પહેલા ટિકિટ બુક કરાવવી પડશે.

    એવિએશિન મિનિસ્ટ્રીના મતે જ્યારે પણ સિનીયર સિટીઝન એર ઇન્ડિયાની ફ્લાઇટથી યાત્રા કરે તો તેમની પાસે જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ. જેમાં ઓળખ માટે યાત્રીની જન્મતિથી વાળું ઓળખકાર્ડ સામેલ છે. મિનિસ્ટ્રીએ કહ્યું કે જો યાત્રી પાસે ઓળખત્ર નહીં હોય તો તેમને ટિકિટ પર મળનારી છૂટ આપવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આવી સ્થિતિમાં સિનિયર સિટીઝન પેસેન્જરને આખું ભાડુ આપવું પડશે.



    આ પણ વાંચો - રાહુલ ગાંધીએ અધવચ્ચે છોડી સંસદીય સમિતિની મિટિંગ, કહ્યું- આ સમયની બર્બાદી

    એર ઇન્ડિયાની આધિકારીક સાઇટ પ્રમાણે જો સીનિયર સિટીઝન પેસેન્જર સાથે કોઈ બાળક પ્રવાસ કરી રહ્યો હશે તો પેસેન્જરે બાળકના ટિકિટના પુરા ફેયર આપવા પડશે. તમે એર ઇન્ડિયાની છૂટ મેળવવા માટે બધા નિયમ આ http://www.airindia.in/senior-citizen-concession.htm વેબસાઇટ પર જોઈ શકો છો.

    એર ઇન્ડિયાના મતે આ છૂટ 60 વર્ષથી વધારે ઉંમરના પેસેન્જરને ઘરેલું ઉડાન પર જ મળશે. આ છૂટનો ફાયદો ફક્ત ઇકોનોમી ક્લાસની ટિકિટ બુકિંગ પર જ મળશે. જો સીનિયર સિટીઝન ટિકિટ બુક કરશે તો તેમને મૂળ ભાડાના 50 ટકા જ આપવા પડશે. આ ઓફર ટિકિટ જાહેર કર્યાની તારીખથી એક વર્ષ સુધી લાગુ રહેશે.
    Published by:Ashish Goyal
    First published:December 16, 2020, 20:52 pm

    ટૉપ ન્યૂઝ