ટ્રેનથી પણ ઓછી કિંમતમાં કરો હવાઇ યાત્રા, આ ઓફર માત્ર 3 દિવસ સુધી

Bhoomi Koyani
Updated: August 3, 2019, 10:42 AM IST
ટ્રેનથી પણ ઓછી કિંમતમાં કરો હવાઇ યાત્રા, આ ઓફર માત્ર 3 દિવસ સુધી
આ ફ્લાઇટની કિંમત 990 રુપિયાથી શરુ થાય છે.

એલાયન્સ એરએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે 'સ્વતંત્રતા દિવસ વેચાણ મેળો' અંતર્ગત રેલવે ભાડા કરતા ઓછા ભાવે હવાઇ ટિકિટ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેથી ટ્રેનના મુસાફરો પણ વિમાનની યાત્રા કરી શકે.

  • Share this:
એર ઇન્ડિયાની ઇકાઇ એકમ એલાયન્સ એરએ પૂરા નેટવર્કમાં સસ્તા દરે હવાઈ ટિકિટ આપવાની જાહેરાત કરી છે. આ ટિકિટની કિંમત 990 રૂપિયાથી શરૂ થાય છે અને મર્યાદિત અવધિ માટે છે. એલાયન્સ એરએ નિવેદન જાહેરી કરીને જણાવ્યું હતું કે 'સ્વતંત્રતા દિવસ વેચાણ મેળો' અંતર્ગત રેલવે ભાડા કરતા ઓછા ભાવે હવાઇ ટિકિટ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેથી ટ્રેનના મુસાફરો પણ વિમાનની યાત્રા કરી શકે. એરલાઇને જણાવ્યું હતું કે, પોષણક્ષમ દરે 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટની વચ્ચે ટિકિટ બૂક કરાવી શકાય છે. મુસાફરો 3 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર વચ્ચે મુસાફરી કરી શકશે.

આ સમાચાર એર ઇન્ડિયાના વેચાણના સમાચારો વચ્ચે આવ્યા છે. ભારત સરકાર એર ઇન્ડિયામાં પોતાનો ભાગ વેચવા માંગતી હોવાના સતત અહેવાલો આવી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે પોતાના બજેટમાં એર ઇન્ડિયાને વેચવાની નવી યોજના લાવવા કહ્યું હતું. નીતી આયોગે કંપનીનો આખો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ સરકારે એક વ્યૂહાત્મક રોકાણકારને 74 ટકા હિસ્સો વેચવાની ઓફર કરી હતી, જેમા તેના વેચાણનું મોટું કારણ કહેવામાં આવે છે. હવે સરકારે કંપનીમાં 100% ભાગ વેચવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ટ્રેનમાં યાત્રા દરમિયાન કોઇ મુશ્કેલી આવે તો અહીં કરો ફરિયાદ

એરઇન્ડિયાથી બહાર નીકળી શકે છે સરકાર

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ સરકાર એર ઇન્ડીયામાંથી બહાર નીકળી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગ (ડીઆઈપીએએમ) ના સેક્રેટરી અતાનુ ચક્રવર્તીએ કહ્યું કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમનું માનવું છે કે રોકાણકારોને કંપનીમાં ભાગ ખરીદવામાં સરકારને કોઈ સમસ્યા નથી.

એર ઇન્ડિયા પાસે પગાર ચૂકવવા પૈસા નથીસરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા હાલત કફોડી બની રહી છે. કંપનીનું નાણાકીય સંકટ સતત ઠંડું રહ્યું છે. એર ઇન્ડિયા પાસે હવે 2,500 કરોડ રુપિયા છે, જે વિક્રેતાઓને ચુકવવા અને થોડા મહિનાનો પગાર ચૂકવવાથી સમાપ્ત થઇ જશે. એર ઇન્ડિયા દર મહિને 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. જો સ્થિતિ સમાન રહેશે તો ઓક્ટોબર પછી કંપની પગાર પણ ચૂકવી શકશે નહીં.

એર ઇન્ડિયા પર 9,000 કરોડની લોન

એર ઇન્ડિયાએ આ નાણાકીય વર્ષમાં 9,000 કરોડ રૂપિયાની લોન ચૂકવવાની શરૂઆત કરવાની છે, પરંતુ તેની સ્થિતિ સારી નથી. આ વર્ષે, કંપનીએ જે દેવું ચૂકવવું પડ્યું હતું, તે ચૂકવણીનો અડધો ભાગ તે આગામી નાણાકીય વર્ષ માટે ટાળવાનો પ્રયાસ કર્યો છે. કંપનીએ આ અંગે સરકારની મદદ માંગી છે. સરકાર આ કંપનીનો 100 ટકા ભાગ ખાનગી રોકાણકારોને વેચવાની યોજના બનાવી રહી છે.
First published: August 3, 2019, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading