અમદાવાદ: Silverના ભાવમાં Big કડાકો, જુઓ સોના-ચાંદીના નવા ભાવ, દિવાળીમાં 50,000ની અંદર પહોંચશે Gold?

અમદાવાદ - સોના ચાંદીના આજના ભાવ

નજર હવે અમેરિકાના રાહત પેકેજ પર છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલા નથી ભરવામાં આવ્યા. જેથી હવે કારોબારીઓની નજર બ્રિટનના વ્યાપાર કરાર પર છે.

 • Share this:
  અમદાવાદ : આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતમાં મોટો ગટાડો નોંધાયો છે અને દુનિયાભરના શેર બજારમાં લૌટી ખરીદદારીના કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમોત ઘટી ગઈ છે. દિલ્હી શર્રાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ ગગડી 52 હજારથી નીચે આવી ગયો છે. આ દરમિયાન એક કિલોગ્રામ ચાંદીની કિંમતોમાં 875 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. એક્સપર્ટનું કહેવું છે કે, દિવાળી સુધી સોનું એક રેન્જમાં રહેશે. જો ઉપરના સ્તરની વાત કરીએ તો, આ 51,500થી 52,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તો નીચલા સ્તરે તેનો ભાવ ઘટીને 49,800 પ્રતિ 10 ગ્રામ પર આવવાની સંભાવના છે.

  અમદાવાદ ચાંદીનો ભાવ - અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 13th october 2020) આજે મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થતાં એક કિલો ચાંદી ચોરસા 62,000 અને ચાંદી રૂપું 61,800 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. સોમવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 63,000એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 62,800ના ભાવે બંધ રહ્યું હતું.

  અમદાવાદ સોનાનો ભાવ - આ ઉપરાંત આજે મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 13th october 2020) 100 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,600 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, સોમવારે અમદાવાદમાં સોનું સ્ટાન્ડર્ડ (99.9)ના ભાવ 52,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5)ના ભાવ 52, 500પર બંધ રહ્યા હતા.

  આ પણ વાંચો - દિવાળી ધનતેરસે કેવી રહી શકે છે ભાવ? શું કહે છે એક્સપર્ટ? આગળ શું થશે?

  સોનાની નવી કિંમત - HDFC સિક્યોરિટી અનુસાર, દિલ્હી શર્રાફા બજારમાં 99.9 ટકાવાળા 10 ગ્રામ સોનાનાભાવ મંગળવારે 133 રૂપિયા ગગડ્યા છે. દિલ્હીમાં હવે નવી કિંમત 51,989 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છ. તો, એક દિવસ પહેલા એટલે કે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવ 52,122 રૂપિયા પર બંધ રહ્યા હતા.

  ચાંદીની નવી કિંમત - મંગળવારે ચાંદીની નવી કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદી 875 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ 63,860 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. જ્યારે સોમવારે ચાંદીનો ભાવ 64,735 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આ પ્રકારે ચાંદીની કિંમતોમાં પ્રતિ કિલોગ્રાામે 875 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

  ઈન્ડીયન રેલવેએ બદલ્યો મોટો નિયમ, હવે આટલી મિનિટ પહેલા જાહેર થશે Reservation Chart

  ઈન્ડીયન રેલવેએ બદલ્યો મોટો નિયમ, હવે આટલી મિનિટ પહેલા જાહેર થશે Reservation Chart

  દિવાળી-ધનતેરસ પર કેવા રહી શકે છે ભાવ

  નિષ્ણાંતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાના ભાવ (Gold price today) આવનારા સમયમાં પડીને 50,000 રૂપિયા સુધી નીચે જઇ શકે છે. દિવાળી ઉપર પણ સોનું 50,000-52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહી શકે છે.

  સરકારે પેન્શન મામલે લીધો મોટો નિર્ણય, આ શરતો હવે લાગુ નહીં પડે

  સરકારે પેન્શન મામલે લીધો મોટો નિર્ણય, આ શરતો હવે લાગુ નહીં પડે

  નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ છેલ્લા બે મહિનામાં ડૉલર સામે રૂપિયામાં થયેલ વધારો છે. હાલમાં રૂપિયો 73 થી 74 ની રેન્જમાં છે. કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં તે 78 ની સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયામાં મજબૂત વળતરને કારણે સોનાના ભાવ પણ નીચે આવી ગયા છે. જો ડૉલર રૂપિયા સામે પાછો મજબૂત થશે, તો લાંબા ગાળે, પીળી ધાતુના ભાવ વધુ ઝડપથી વધશે.

  હવે આગળ શું થશે? એક્સપર્ટનું કહેવું છે કે, કારોબારીઓની નજર હવે અમેરિકાના રાહત પેકેજ પર છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલા નથી ભરવામાં આવ્યા. જેથી હવે કારોબારીઓની નજર બ્રિટનના વ્યાપાર કરાર પર છે. બ્રિટન પ્રધાનમંત્રી બોરિસ જોનસને એક યૂરોપિયન સંઘ વ્યાપાર કરારની રૂપરેખા તૈયાર કરવા માટે ગુરૂવારનો સમયગાળો નક્કી કર્યો છે.
  Published by:kiran mehta
  First published: