જૂનમાં Gold-Silverમાં કેવી રહી ચાલ? અત્યારે સોનામાં રોકાણ માટે સોનેરી તક, નજીકના સમયમાં જ તેજીના અણસાર

જૂન મહિનામાં સોના-ચાંદીનું સરવૈયું

monthly gold silver price review: નિષ્ણાંતોનું માનવું છે કે આ ઘટાડો લાંબા સમય સુધી નહીં ચાલે. અને ઘટાડાનો આ સમય રોકાણ કરવા માટે સારો સમય છે. અત્યારે સોનામાં રોકાણ કરવાથી આગામી સમયમાં સારો નફો મળવાની શક્યતાઓ નિષ્ણાંતો સેવી રહ્યા છે.

  • Share this:
    અમદાવાદઃ ભારતીય લોકોમાં રોકાણ માટે સોનું (Invest in Gold) હંમેશા સારો વિકલ્પ રહ્યું છે. આ વાતનો અંદાજો લગાવી શકાય કે લગ્નના બજેટનો (marriage budget) મોટો ભાગ સોનાના દાગીના અને સિક્કા ખરીદવામાં ખર્ચાય છે. દુનિયાભરમાં ભારત એક એવો બીજા નંબરનો દેશ જ્યાં સોનાની સૌથી વધારે ખપત થાય છે. ભારતના લોકો માટે સોનું કિંમતી ધાતુ નહીં પરંતુ શુભ ધાતુ પણ છે. બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં ઘટાડા (Gold-Silver Price) તરફી ચાલ જોવા મળી છે. જૂન મહિનાની (Gold-Silver price in june) વાત કરીએ તો અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) એક કિલો ચાંદીમાં 4500 રૂપિયાનો (silver price) કડાકો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનામાં પણ 2200 રૂપિયાનું (Gold price) ગાબડું નોંધાયું હતું. જોકે, નિષ્ણાંતોનું માનવું છે કે આ ઘટાડો લાંબા સમય સુધી નહીં ચાલે. અને ઘટાડાનો આ સમય રોકાણ કરવા માટે સારો સમય છે. અત્યારે સોનામાં રોકાણ કરવાથી આગામી સમયમાં સારો નફો મળવાની શક્યતાઓ નિષ્ણાંતો સેવી રહ્યા છે.

    જૂન મહિનામાં કેવી રહી સોના-ચાંદીની ચાલ
    જૂન મહિનામાં સોના-ચાંદીમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું. જૂન મહિનામાં અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીમાં 4500 રૂપિયાનો કડાકો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનામાં પણ 2200 રૂપિયાનું ગાબડું નોંધાયું હતું. 1 જૂન 2021ના દિવસે એક કિલો ચાંદીનો ભાવ 73,500 રૂપિયા હતો. જ્યારે મહિનાના છેલ્લા દિવસે એટલે કે 30 જૂન 2021ના દિવસે ચાંદીનો ભાવ 69,000 રૂપિયાના સ્તરે રહ્યો હતો. આમ એક મહિના દરમિયાન ચાંદીમાં 4500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

    આ ઉપરાંત 1 જૂન 2021ના દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 50,900 રૂપિયા હતો જ્યારે 30 જૂન 2021ના દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 48,500 રૂપિયા રહ્યો હતો. આમ એક મહિનાની અંદર 10 ગ્રામ સોનાના ભાવમાં 2200 રૂપિયાનો કડાકો બોલાયો હતો.

    આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

    આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

    1 જુલાઈ 2021ના દિવસે કેવા રહ્યા છે સોના-ચાંદીના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 70,000 રૂપિયા અને ચાંદી રૂપું 69,800 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જ્યારે 10 ગ્રામ સોનામાં 300 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 48,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,600 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-ભાવનગરઃ જન્મદિવસની પાર્ટીમાં પડ્યો 'ડખો', ઘાતક હથિયારો વડે બર્થડે બોય ગોપાલની જાહેરમાં કરાઈ હત્યા

    વધારે દિવસ સુધી નહીં રહે ઘટાડો
    કોમોડિટી એક્સપર્ટની માનીએ તો જુલાઈ પછી સોનાના ભાવમાં વધારો થવા લાગશે. આવી સ્થિતિમાં તમને મોટું રિટર્ન મળશે પરંતુ સોનું ખરીદવું મોંઘુ પડી શકે છે. એક્સપર્ટ જણાવે છે કે કિંમતી ધાતુઓમાં ઘટાડો અસ્થાયી છે. રોકાણકારોને સોનાના ઘટાડાને સોનું ખરીદવાની સોનેરી તકના રૂપમાં જોવી જોઈએ. બિલુયન એક્સપર્ટ પ્રમાણે સોનાની કિંમતો ટૂંક સમયમાં પલટાઈ જશે.

    આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

    સોનાએ આપ્યું 28 ટકા રિટર્ન
    જો સોનામાં રોકાણ કરવાની વાત કરીએ તો છેલ્લા વર્ષે 28 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા વર્ષથી સોનાનું રિટર્ન આશરે 25 ટકા રહ્યું હતું. જો તમે લાંબા ગાળાનું રોકાણ માટે અત્યારે પણ સોનામાં રોકાણ માટે ખુબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે. જેમાં શાનદાર રિટર્ન મળે છે. નિષ્ણાંતોની માનીએ તો આવનારા દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી આવશે. આવી સ્થિતિમાં સોનામાં રોકાણ કરવા માટે અત્યારે સોનેરી તક છે.

    અમદાવાદમાં 25 જૂલાઈ 2020એ સોનું-ચાંદી રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યા હતા
    અમદાવાદ બુલિયન માર્કેટમાં ગત વર્ષે 25 જૂલાઈ 2020ના દિવસે એક કિલો ચાંદીનો ભાવ 73,000 રૂપિયા અને 10 ગ્રામ સોનાનો ભાવ 58,000 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
    Published by:ankit patel
    First published: