Home /News /business /અમદાવાદ: નવા વર્ષે જ CNG વાહન ચાલકોને લાગ્યો મોટો ઝટકો, ભાવમાં 2.50 રૂપિયાનો વધારો
અમદાવાદ: નવા વર્ષે જ CNG વાહન ચાલકોને લાગ્યો મોટો ઝટકો, ભાવમાં 2.50 રૂપિયાનો વધારો
સીએનજી ભાવ વધારો (પ્રતીકાત્મક તસવીર)
CNG price hike today: અમદાવાદમાં ભાવ વધારા પહેલા એક કિલોગ્રામ સીએનજીની કિંમત 67.59 રૂપિયા હતી. હવે તેમાં 2.5 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 70.09 રૂપિયા (Ahmedabad CNG price) થયો છે. આ જ રીતે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
અમદાવાદ. Adani CNG price hike: નવા વર્ષે જ સીએનજી વાહન ચાલકોને (CNG vehicles) ઝટકો લાગ્યો છે. સીએનજી ગેસ વિતરણ કંપનીઓમાંથી અદાણી ગેસ (Adani Gas) તરફથી ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવ વધારાનો (CNG price hike) પહેલાથી જ રિક્ષા ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. હવે ફરીથી ભાવ વધારો થયો છે ત્યારે ફરી ભાવ વધારાનો વિરોધ ઉઠી શકે છે. અમદાવાદમાં ભાવ વધારા પહેલા એક કિલોગ્રામ સીએનજીની કિંમત 67.59 રૂપિયા હતી. હવે તેમાં 2.5 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 70.09 રૂપિયા (Ahmedabad CNG price) થયો છે. આ જ રીતે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ નવા વર્ષના પ્રથમ દિવસે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર (LPG cylinder)ની કિંમતમાં ઘટાડો થયો છે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel price) આજે સ્થિત રહ્યા છે.
જાણો ગુજરાતના વિવિધ શહેરમાં CNGનો ભાવ (સોર્સ: adanigas.com)
ક્રમ
શહેર
ભાવ/પ્રતિ કિલો
1
અમદાવાદ
70.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
2
ખેડા
70.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
3
વડોદરા
68.34 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
4
સુરેન્દ્રનગર
70.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
5
નવસારી
70.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
6
પોરબંદર
69.56 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
એલપીજી સિલિન્ડરની કિંમતમાં 102 રૂપિયાનો ઘટાડો
નવા વર્ષના પ્રથમ દિવસે થોડી રાહત મળી છે. આજે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price)માં કોઈ વધારો નથી થયો. તો સરકારી ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 102 રૂપિયાનો ઘટાડો (LPG Cylinder price today) કર્યો છે. જોકે, આ ભાવ ઘટાડો 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial LPG Cylinder) પર કરવામાં આવ્યો છે. આ સમાચાર હોટલોથી લઈને કૉમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા અન્ય લોકો માટે ચોક્કસ રાહત આપનારા છે. કિંમતમાં ઘટાડા બાદ હવે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત 1998.50 રૂપિયા થઈ છે. ઉલ્લેખનીય છે કે 31મી ડિસેમ્બર સુધી 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2,101 રૂપિયા હતી.
ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો નહીં
બીજી તરફ ઘરેલૂ ગેસ સિલિન્ડર એટલે કે 14.2 kg, 5 kg અને 10 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. રસોઈ માટે વપરાતા ગેસ સિલિન્ડરની કિંમત જેમની તેમ રાખવામાં આવી છે. આ પહેલા નવેમ્બર મહિનામાં પહેલી તારીખ 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે 266 રૂપિયાનો વધારો કરાયો હતો. જે બાદમાં કિંમત 2,000.50 રૂપિયા પર પહોંચી હતી. (વાંચો સમગ્ર અહેવાલ...)
વર્ષના પ્રથમ દિવસે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
સરકારી કંપનીઓએ આશરે એક મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price today) સ્થિર રાખી છે. આજે વર્ષના પ્રથમ દિવસે (Happy New Year 2022) એટલે કે 1 જાન્યુઆરી 2021ના રોજ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર (Petrol-Diesel price 1 January 2022) કરવામાં આવ્યો નથી. જોકે, હાલ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતની સીધી અસર આમ-આદમી પર પડી રહી છે.
કેન્દ્ર સરકારે દિવાળીના એક દિવસ પહેલા એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદમાં અમુક રાજ્યોએ પણ વેટ (VAT)માં ઘટાડાની જાહેરાત કરી હતી. જેના પગલે લોકોને થોડી રાહત થઈ છે. આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 95.41 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત (Diesel price today) 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.