Home /News /business /દિવાળી પહેલા સરકારે સામાન્ય માણસો માટે 3 મોટા નિર્ણય લીધા, જાણો તમારા પર શું થશે અસર

દિવાળી પહેલા સરકારે સામાન્ય માણસો માટે 3 મોટા નિર્ણય લીધા, જાણો તમારા પર શું થશે અસર

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. (ફોટો-ANI)

કેન્દ્ર સરકારે આજે કેબિનેટ બેઠક કરીને 3 મોટા નિર્ણય લીધા છે. દિવાળી પહેલા સરકારે રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બેઠક પછી સરકારે રેલવે કર્માચારીઓ માટે PLI બોનસની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એક વખત માટે 22,000 કરોડ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવ્યું છે. કેબિનેટના આ નિર્ણયથી કુલ 11.27 લાખ કર્મચારીઓ પર બોનસ તરીકે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કેબિનેટ બેઠક કરીને 3 મોટા નિર્ણય લીધા છે. દિવાળી પહેલા સરકારે રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બેઠક પછી સરકારે રેલવે કર્માચારીઓ માટે PLI બોનસની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એક વખત માટે 22,000 કરોડ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવ્યું છે. કેબિનેટના આ નિર્ણયથી કુલ 11.27 લાખ કર્મચારીઓ પર બોનસ તરીકે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

    ઓઈલ કંપનીઓને પણ સરકારની ભેટ

    રેલવે કર્મચારીઓ સિવાય સરકારે આજે સરકારી ઓઈલ કંપનીઓને મોટી ભેટ આપી છે. ઘરેલું LPGની કિંમતોમાં વધારાથી ઓઈલ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડતું હતું. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એક જ હપ્તામાં 22,000 કરોડ રૂપિયાની રાહતની જાહેરાત કરી છે.

    2 વર્ષમાં 300 ટકા મોંઘો થયો LPG

    જૂન 2020થી જૂન 2022ની વચ્ચે ઈન્ટરનેશનલ બજારમાં એલપીજીની કિંમતોમાં 300 ટકાનો વધારો થયો છે. ઓઈલ કંપનીઓ સામાન્ય લોકો પર આ વધારાનો સંપૂર્ણ બોજો નાંખી રહી નહોતી. અગાઉના સમયગાળામાં ઘરેલું એલપીજીની કિંમતોમાં 72 ટકાનો વધારો થયો છે. ઓઈલ કંપનીઓને થઈ રહેલ નુકસાનની ભરપાઈને જોતા કેન્દ્ર સરકારે તેમને રાહત આપવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચોઃ રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, 78 દિવસના બોનસની જાહેરાત

    ઓઈલ કંપનીઓ પર વધ્યો હતો બોજો

    ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓએ રૂપિયાની નબળાઈના પગલે પહેલાની સરખામણીમાં વધુ ઈમ્પોર્ટ બિલ ચુકવવું પડી રહ્યું છે. આ વર્ષે રૂપિયાની નબળાઈ અને ક્રૂડ કિંમતો ઝડપથી વધતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેમને લાંબો સમય લાગી શકે છે.

    મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી માટે પણ જાહેરાત

    આ સિવાય સરકારે આજે કેબિનટેની બેઠકમાં મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીને બદલવા માટે સરકાર નવો કાયદો લાવી રહી છે. તેના ફેરફાર માટે એમેન્ડમેન્ટ લાવી રહી છે. મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસોયટી એક્ટ-2022 અંતર્ગત 8 માર્ચ 2021 સુધીમાં દેશમાં 1466 સમિતિઓ હતી. જેમાં સૌથી વધુ 567 મહારાષ્ટ્માં છે. મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એકથી વધુ રાજ્યોમાં કામ કરે છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Cabinet, Cabinet meeting, Central Cabinet

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन