Home /News /business /

AGS Transact Tech Stock: 2022ના પ્રથમ આઈપીઓએ રોકાણકારોને કર્યાં નિરાશ, જાણો કેટલી કિંમત પર થયો લિસ્ટ

AGS Transact Tech Stock: 2022ના પ્રથમ આઈપીઓએ રોકાણકારોને કર્યાં નિરાશ, જાણો કેટલી કિંમત પર થયો લિસ્ટ

આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

AGS Transact Technologies stock price: એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસે રૂ. 680 કરોડ રૂપિયા એકઠા કરવા માટે આઈપીઓ બહાર પાડ્યો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર રાખી હતી.

    મુંબઇ. AGS Transact Technologies stock price: પેમેન્ટ સોલ્યૂશન્સ સેવા પૂરી પાડતી એજીએસ ટ્રાનઝેક્ટ ટેક્નોલોજિસના શેરનું આજે એટલે કે 31મી જાન્યુઆરીના રોજ શેર બજારમાં ફ્લેટ લિસ્ટિંગ (Flat listing) થયું છે. NSE પર કંપનીનો શેર 175 રૂપિયા પર લિસ્ટ થયો છે. BSE પર શેરનું લિસ્ટિંગ 176 રૂપિયા પર થયું હતું. AGS ટ્રાન્ઝેક્ટે 680 કરોડ રૂપિયા એકઠા કરવા માટે આઈપીઓ બહાર પાડ્યો હતો. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ (Offer for sale) છે. કંપનીની ઈશ્યૂ કિંમત 175 રૂપિયા છે. આ આઈપીઓ 2022ના વર્ષમાં લિસ્ટ થનારો પ્રથમ આઈપીઓ છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 166-175 રૂપિયા પ્રતિ શેર રાખી હતી. ફ્લેટ લિસ્ટિંગ બાદ એજીએસ ટ્રાન્ઝેક્ટનો શેર તૂટ્યો હતો. સવારે 11 વાગ્યે શેરમાં 3%નો ઘટાડો જોવા મળ્યો હતો.

    AGS Transact Technologies કંપનીનો આઈપીઓ 19 જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો અને 21 જાન્યુઆરીના રોજ બંધ થયો હતો. કંપનીનો ઇશ્યૂ 7.79 ગણો ભરાયો હતો. નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 25.61 ગણો ભરાયો હતો. જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 2.68 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 3.08 ગણો ભરાયો હતો.

    અદાણી વિલ્મરના આઈપીઓ માટે આજે છેલ્લો દિવસ (Adani Wilmar IPO)

    ખાદ્ય તેલ બનાવતી દિગ્ગજ કંપની Adani Wilmar Ltd કંપનીનો આઈપીઓ 27 જાન્યુઆરીના રોજ ખુલ્યો છે. આજે એટલે કે 31મી જાન્યુઆરીના રોજ આઈપીઓ માટે બીડ કરવાનો અંતિમ દિવસ છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar IPO Price band) 218-230 રૂપિયા નક્કી કરી છે. બીજા દિવસના અંત સુધી અદાણી વિલ્મરનો આઈપીઓ 1.58 ગણો ભરાયો છે. QIB માટે અનામત હિસ્સો 87% ભરાયો છે. રિટેલ માટે અનામત હિસ્સો 2.49 ગણો તો NII માટે અનામત હિસ્સો 1.17 ગણો ભરાયો છે.

    આ પણ વાંચો: Multibagger Stock: રૂ.185થી રૂ 1888, ત્રણ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી

    2022માં લિસ્ટ થનારો પ્રથમ આઈપીઓ

    એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ નવા વર્ષ એટલે કે 2022ના વર્ષમાં લૉંચ થનારો પ્રથમ આઈપીઓ છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) હતો. આઈપીઓ મારફતે કંપનીના વર્તમાન પ્રમોટર્સ અને શેરધારકો પોતાનો હિસ્સો વેચશે. આ પહેલા કંપનીએ પોતાના આઈપીઓની સાઇઝ 800 કરોડ રૂપિયાથી ઘટાડીને 680 કરોડ રૂપિયા કરી છે.

    આ પણ વાંચો: Multibagger Stock: 375 ટકાથી વધુ રિર્ટન આપનાર આ મલ્ટીબેગર શેરના વિભાજન માટે મંજૂરી

    કંપનીનો બિઝનેસ

    એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ બેંકો તેમજ કોર્પોરેટ્સને એટીએમ, સીઆરએમ આઉટસોર્સિંગ કેશ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સર્વિસિસ અને મોબાઇલ વૉલેટ જેવી સુવિધા માટે કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ અને સર્વિસ પૂરી પાડે છે. કંપીનાના પ્રમોટર રવિ બી ગોયલ અને વિનેહા એન્ટરપ્રાઇઝિસ છે. કંપનીમાં બંનેની સંયુક્ત ભાગીદારી 97.61 ટકા છે, જ્યારે 1.51 ટકા ભાગીદારી એજીએસટીટીએલ ઇમ્પ્લોયઝ વેલફેર ટ્રસ્ટ પાસે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર