Home /News /business /

AGS Transact Technologies IPO: એજીએસ ટ્રાન્ઝેક્ટ આઈપીઓ બીજા દિવસે 1.23 ગણો ભરાયો, રિટેલ હિસ્સો 1.74 ગણો ભરાયો

AGS Transact Technologies IPO: એજીએસ ટ્રાન્ઝેક્ટ આઈપીઓ બીજા દિવસે 1.23 ગણો ભરાયો, રિટેલ હિસ્સો 1.74 ગણો ભરાયો

આઈપીઓ

AGS Transact IPO subscription : એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસનો આઈપીઓ 19મી જાન્યુઆરીના રોજ ખુલ્યો છે અને 21મી જાન્યુઆરી સુધી બીડ કરી શકાશે.

    મુંબઈ. AGS Transact Technologies IPO: પેમેન્ટ સોલ્યૂશન પૂરું પાડતી કંપની AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આઈપીઓ માટે બીડ કરવાનો આજે બીજો દિવસ છે. ગુરુવારે બપોર સુધી આઈપીઓ 1.23 ગણો ભરાયો (AGS Transact IPO subscription) છે. રિટેલ હિસ્સો સંપૂર્ણ રીતે ભરાયો છે. કંપનીએ આઈપીઓ (IPO) મારફતે 2.86 કરોડ શેર રજૂ કર્યાં છે, જેની સાથે 3.53 કરોડ શેર માટે બીડ મળી છે. આઈપીઓ મારફતે 680 કરોડ રૂપિયા એકઠા કરવાની કંપનીની યોજના છે. આ આખો આઈપીઓ ઑફર ફૉર સેલ (Offer for sale) છે.

    ગુરુવારે બપોરે 1:17 વાગ્યાની સ્થિતિ

    ગુરુવારે એટલે કે 20 જાન્યુઆરીના રોજ બપોરે 1:17 વાગ્યા સુધી રિટેલ હિસ્સો 1.74 ગણો ભરાયો હતો. નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) હિસ્સો 1.07 ગણો જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIB) હિસ્સો 0.47 ગણો ભરાયો છે. કંપનીએ આઈપીઓ પહેલા મંગળવારે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 204 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (AGS Transact Technologies IPO GMP)

    બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે ગુરુવારે AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ઘટી ગયું છે. અનલિસ્ટેડ બજારમાં એજીએસ ટ્રાન્ઝેક્ટનો શેર આઠ રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. બે દિવસ પહેલા આ પ્રીમિયમ 18 રૂપિયા હતું.

    નિષ્ણાતનો અભિપ્રાય

    Emkay Research તરફથી આ આઈપીઓને ભરવાની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજનું કહેવું છે કે, "175 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે આઈપીઓમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. 175 રૂપિયાની પ્રાઇસ બેન્ડ પ્રમાણે સ્ટૉકની વેલ્યૂ CMS ઇન્ફો સિસ્ટમ્સ જેવા બીજી ઈશ્યૂ જેટલી જ છે."

    મહત્ત્વની તારીખો: (AGS Transact IPO Date)

    એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસનો આઈપીઓ 19મી જાન્યુઆરીના રોજ ખુલ્યો છે અને 21મી જાન્યુઆરી સુધી બીડ કરી શકાશે.

    પ્રાઇસ બેન્ડ (AGS Transact IPO Price Band)

    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર રાખી છે.

    આઈપીઓની વિગત (AGS Transact IPO Details)

    AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ આઈપીઓ મારફતે 680 કરોડ રૂપિયા એકઠા કરશે. આઈપીઓ અંતર્ગત કોઈ નવા શેર જાહેર કરવામાં આવશે નહીં, એટલે કે આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. ઑફર ફૉર સેલ અંતર્ગત કંપનીના પ્રમોટર રવિ બી ગોયલ આશરે 677.58 કરોડ રૂપિયાના શેર વેચશે. આ ઉપરાંત વીસી ગુપ્તા, શેલૈષ શેટ્ટી, રાજેશ કુમાર, નિખિલ પટિયાટ અને રાજેશ હર્ષેદરી શાહ 2.42 કરોડ રૂપિયાના શેર વેચશે.

    આઈપીઓ લોટ સાઇઝ (AGS Transact IPO Lot Size)

    AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસમાં રોકાણકારો લૉટમાં બોલી લગાવી શકે છે. એક લૉટમાં 85 શેર હોય છે, જે પ્રમાણે ઓછામાં ઓછું 14,875 રૂપિયાનું રોકાણ (85X175) કરવું પડશે. વધારેમાં વધારે 13 લૉટ માટે બોલી લગાવી શકાશે, જે પ્રમાણે 1,93,375 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

    આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓને 'સુપરહીટ' બનાવવા સરકાર લાગી કામે, બદલશે આ નિયમ

    કોના માટે કેટલો હિસ્સો અનામત?

    આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે. બાકીનો 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે.

    કંપનીનો બિઝનેસ

    એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ બેંકો તેમજ કોર્પોરેટ્સને એટીએમ, સીઆરએમ આઉટસોર્સિંગ કેશ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સર્વિસિસ અને મોબાઇલ વૉલેટ જેવી સુવિધા માટે કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ અને સર્વિસ પૂરી પાડે છે. કંપીનાના પ્રમોટર રવિ બી ગોયલ અને વિનેહા એન્ટરપ્રાઇઝિસ છે. કંપનીમાં બંનેની સંયુક્ત ભાગીદારી 97.61 ટકા છે, જ્યારે 1.51 ટકા ભાગીદારી એજીએસટીટીએલ ઇમ્પ્લોયઝ વેલફેર ટ્રસ્ટ પાસે છે.

    નાણાકીય આંકડા

    વર્ષ 2021માં AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસને 54.79 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જોકે, તે ગત વર્ષના 83.01 કરોડ રૂપિયાના નફા સામે ઓછો હતો. કંપનીની આવક 2021માં 1758.94 કરોડ કરોડ રૂપિયા હતી, જે ગત વર્ષે 1800.44 કરોડ રૂપિયા હતી. આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધી કંપનીની આવક વાર્ષિક આધારે 18.1 કરોડ રૂપિયા ઘટીને 753.4 કરોડ રૂપિયા રહી હતી. કંપનીનું કહેવું છે કે કોરોનાને પગલે લગાવવામાં આવેલા પ્રતિબંધોની અસર કંપનીની આવક પર પડી છે.

    આ પણ વાંચો: 2021ના વર્ષના 10 મોટા IPO જે ખૂબ ચર્ચામાં રહ્યા, કરી લો એક નજર

    લિસ્ટિંગ તારીખ (Listing date)

    આશા છે કે આઈપીઓનું લિસ્ટિંગ 1 ફેબ્રુઆરીના રોજ થશે. આઈપીઓ બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર