Home /News /business /

AGS Transact IPO: 2022ના વર્ષનો પ્રથમ આઈપીઓ ખુલ્યો, રોકાણ કરતા પહેલા જાણો GMP સહિતની વિગત

AGS Transact IPO: 2022ના વર્ષનો પ્રથમ આઈપીઓ ખુલ્યો, રોકાણ કરતા પહેલા જાણો GMP સહિતની વિગત

આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

AGS Transact Tech IPO open today: AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ આઈપીઓ મારફતે 680 કરોડ રૂપિયા એકઠા કરશે. આઈપીઓ અંતર્ગત કોઈ નવા શેર જાહેર કરવામાં આવશે નહીં, એટલે કે આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે.

    મુંબઇ. AGS Transact IPO: 2022ના વર્ષનો પ્રથમ આઈપીઓ (AGS Transact IPO open today) સબ્સક્રિપ્શન માટે ખુલી ગયો છે. રોકાણકારો AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસના આઈપીઓ માટે આજથી એટલે કે 19મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકે છે. આશરે એક મહિનાની શાંતિ પછી કોઈ કંપની આઈપીઓ (First IPO of 2022) લઈને આવી છે. એજીએસ ટ્રાન્ઝેક્ટનો આઈપીઓ 2022ના વર્ષનો પ્રથમ આઈપીઓ છે ત્યારે તેના વિશે માહિતી મેળવીએ. એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) માટે આઈપીઓ 18મી જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો.

    મહત્ત્વની તારીખો: (AGS Transact IPO Date)

    એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસનો આઈપીઓ આજે એટલે કે 19મી જાન્યુઆરીના રોજ ખુલ્યો છે અને 21મી જાન્યુઆરી સુધી બીડ કરી શકાશે.

    પ્રાઇસ બેન્ડ (AGS Transact IPO Price Band)

    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર રાખી છે.

    આઈપીઓની વિગત (AGS Transact IPO Details)

    AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ આઈપીઓ મારફતે 680 કરોડ રૂપિયા એકઠા કરશે. આઈપીઓ અંતર્ગત કોઈ નવા શેર જાહેર કરવામાં આવશે નહીં, એટલે કે આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. ઑફર ફૉર સેલ અંતર્ગત કંપનીના પ્રમોટર રવિ બી ગોયલ આશરે 677.58 કરોડ રૂપિયાના શેર વેચશે. આ ઉપરાંત વીસી ગુપ્તા, શેલૈષ શેટ્ટી, રાજેશ કુમાર, નિખિલ પટિયાટ અને રાજેશ હર્ષેદરી શાહ 2.42 કરોડ રૂપિયાના શેર વેચશે.

    આઈપીઓ લોટ સાઇઝ (AGS Transact IPO Lot Size)

    AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસમાં રોકાણકારો લૉટમાં બોલી લગાવી શકે છે. એક લૉટમાં 85 શેર હોય છે, જે પ્રમાણે ઓછામાં ઓછું 14,875 રૂપિયાનું રોકાણ (85X175) કરવું પડશે. વધારેમાં વધારે 13 લૉટ માટે બોલી લગાવી શકાશે, જે પ્રમાણે 1,93,375 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત?

    આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે. બાકીનો 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે.

    આ પણ વાંચો:  જો તમે પણ LIC પોલિસીધારક છો તો આ રીતે ભરી શકો છો આગામી IPO

    કંપનીની બિઝનેસ

    એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ બેંકો તેમજ કોર્પોરેટ્સને એટીએમ, સીઆરએમ આઉટસોર્સિંગ કેશ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સર્વિસિસ અને મોબાઇલ વૉલેટ જેવી સુવિધા માટે કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ અને સર્વિસ પૂરી પાડે છે. કંપીનાના પ્રમોટર રવિ બી ગોયલ અને વિનેહા એન્ટરપ્રાઇઝિસ છે. કંપનીમાં બંનેની સંયુક્ત ભાગીદારી 97.61 ટકા છે, જ્યારે 1.51 ટકા ભાગીદારી એજીએસટીટીએલ ઇમ્પ્લોયઝ વેલફેર ટ્રસ્ટ પાસે છે.

    નાણાકીય આંકડા

    વર્ષ 2021માં AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસને 54.79 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જોકે, તે ગત વર્ષના 83.01 કરોડ રૂપિયાના નફા સામે ઓછો હતો. કંપનીની આવક 2021માં 1758.94 કરોડ કરોડ રૂપિયા હતી, જે ગત વર્ષે 1800.44 કરોડ રૂપિયા હતી. આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધી કંપનીની આવક વાર્ષિક આધારે 18.1 કરોડ રૂપિયા ઘટીને 753.4 કરોડ રૂપિયા રહી હતી. કંપનીનું કહેવું છે કે કોરોનાને પગલે લગાવવામાં આવેલા પ્રતિબંધોની અસર કંપનીની આવક પર પડી છે.

    આ પણ વાંચો: LICના IPOને 'સુપરહીટ' બનાવવા સરકાર લાગી કામે, બદલશે આ નિયમ

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (AGS Transact IPO GMP)

    મંગળવારે ગ્રે માર્કેટમાં એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકનો શેર ઇશ્યૂ ભાવ (175 રૂપિયા)થી 20-21 રૂપિયાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. એટલે કે ઇશ્યૂ ભાવથી આશરે 12 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો.

    લિસ્ટિંગ તારીખ (Listing date)

    આશા છે કે આઈપીઓનું લિસ્ટિંગ 1 ફેબ્રુઆરીના રોજ થશે. આઈપીઓ બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે.

    આઈપીઓને મિશ્ર પ્રતિસાદ મળી શકે

    અનલિસ્ટેડ અરેનાના સ્થાપક અભય દોશીનું કહેવું છે કે, "મહામારીને પગલે આર્થિક ગતિવિધિમાં સુસ્તી રહી છે, જેના પગલે કંપનીનો ગ્રોથ ઓછો રહ્યો છે. ઇશ્યૂની કિંમત 2021ના વર્ષની કમાણીને આધારે 38 ગણી PE મલ્ટીપલ પર નક્કી કરવામાં આવી છે. જેના આધારે આઈપીઓની મિશ્ર પ્રતિસાદ મળી શકે છે. જોકે, ડિજિટલ સોલ્યુશન્સથી થનારી ભવિષ્યની કમાણી પર નજર રહેશે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર