Home /News /business /

AGS Transact Tech IPO: 2022ના વર્ષનો પ્રથમ IPO, જાણો GMP, પ્રાઇસ બેન્ડ સહિતની વિગત

AGS Transact Tech IPO: 2022ના વર્ષનો પ્રથમ IPO, જાણો GMP, પ્રાઇસ બેન્ડ સહિતની વિગત

એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ આઈપીઓ

IPO news: AGS Transact Tech કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર રાખી છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે આઈપીઓ 18મી જાન્યુઆરીના રોજ ખુલશે.

    મુંબઇ. AGS Transact Technologies IPO: પેમેન્ટ સૉલ્યુશન્સ પ્રોવાઇડર એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસનો આઈપીઓ (AGS Transact Technologies IPO) સબ્સક્રિપ્શન માટે 19મી જાન્યુઆરીના રોજ ખુલશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 166-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) માટે આ આઈપીઓ 18મી જાન્યુઆરીના રોજ ખુલશે. આઈપીઓ 21મી જાન્યુઆરીના રોજ એટલે કે શુક્રવારના રોજ બંધ થશે.

    2022માં લિસ્ટ થનારો પ્રથમ આઈપીઓ

    એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ નવા વર્ષ એટલે કે 2022ના વર્ષમાં લૉંચ થનારો પ્રથમ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) છે. એટલે કે આ આઈપીઓ મારફતે કંપનીના વર્તમાન પ્રમોટર્સ અને શેર ધારકો પોતાનો હિસ્સો વેચશે. આ પહેલા કંપનીએ પોતાના આઈપીઓની સાઇઝ 800 કરોડ રૂપિયાથી ઘટાડીને 680 કરોડ રૂપિયા કરી છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (AGS Transact Technologies IPO GMP)

    બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકના શેર આજે ગ્રે માર્કેટમાં 18 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા હતા. કંપનીનો શેર 1 ફેબ્રુઆરી, 2022ના રોજ બીએસઈ પર અને એનએસઈ પર લિસ્ટ થશે તેવું અનુમાન છે.

    રોકાણ કરવું કે નહીં?

    અનલિસ્ટેડ અરેનાના સ્થાપક અભય દોશીનું કહેવું છે કે, "મહામારીને પગલે આર્થિક ગતિવિધિમાં સુસ્તી રહી છે, જેના પગલે કંપનીનો ગ્રોથ ઓછો રહ્યો છે. ઇશ્યૂની કિંમત 2021ના વર્ષની કમાણીને આધારે 38 ગણી PE મલ્ટીપલ પર નક્કી કરવામાં આવી છે. જેના આધારે આઈપીઓની મિશ્ર પ્રતિસાદ મળી શકે છે. જોકે, ડિજિટલ સોલ્યુશન્સથી થનારી ભવિષ્યની કમાણી પર નજર રહેશે."

    રોકાણ તેમજ મહત્ત્વની તારીખો (AGS Transact Technologies IPO)

    તારીખ: આઈપીઓ 19થી 21 જાન્યુઆરી દરમિયાન ભરી શકાશે.
    પ્રાઇસ બેન્ડ: 166-175 રૂપિયા પ્રતિ શેર
    લોટ સાઇઝ: રોકાણકાર ઓછામાં ઓછા 85 શેર માટે બીડ કરી શકે છે. જે પ્રમાણે ઓછામાં ઓછું 14,875 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
    આઈપીઓ સાઇઝ: 680 કરોડ રૂપિયા
    અલોમેન્ટ : સંભવિત તારીખ 27 જાન્યુઆરી
    લિસ્ટિંગ તારીખ: 1 ફેબ્રુઆરી

    કંપનીની બિઝનેસ

    એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ બેંકો તેમજ કોર્પોરેટ્સને એટીએમ, સીઆરએમ આઉટસોર્સિંગ કેશ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સર્વિસિસ અને મોબાઇલ વૉલેટ જેવી સુવિધા માટે કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ અને સર્વિસ પૂરી પાડે છે. કંપીનાના પ્રમોટર રવિ બી ગોયલ અને વિનેહા એન્ટરપ્રાઇઝિસ  છે. કંપનીમાં બંનેની સંયુક્ત ભાગીદારી 97.61 ટકા છે, જ્યારે 1.51 ટકા ભાગીદારી એજીએસટીટીએલ ઇમ્પ્લોયઝ વેલફેર ટ્રસ્ટ પાસે છે.

    આ પણ વાંચો: 2021ના વર્ષના 10 મોટા IPO જે ખૂબ ચર્ચામાં રહ્યા, કરી લો એક નજર

    આઈપીઓ માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એચડીએફસી બેંક અને જેએમ ફાઇનાન્સિયલ લીડ મેનેજર છે. લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. આઈપીઓ માટે રજિસ્ટ્રાર છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર