ફક્ત પૈસા વહેંચવાથી નહીં વધે ખેડૂતોની આવક, આ માટે આવા પગલાં ભરવા પડશે

News18 Gujarati
Updated: April 23, 2020, 4:22 PM IST
ફક્ત પૈસા વહેંચવાથી નહીં વધે ખેડૂતોની આવક, આ માટે આવા પગલાં ભરવા પડશે
ફક્ત પૈસા વહેંચવાથી નહીં વધે ખેડૂતોની આવક, આ માટે આવા પગલાં ભરવા પડશે

પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક પદ્મભૂષણ પ્રો.રામ બદન સિંહે કહ્યું - પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વધી જાય તો ખેડૂતોની ઘણી સમસ્યા ખતમ થઈ શકે છે

  • Share this:
નવી દિલ્હી : પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક પદ્મભૂષણ પ્રો.રામ બદન સિંહે કહ્યું કે ખેડૂતોની આવક ફક્ત પૈસા વહેંચવાથી વધશે નહીં. પણ આ માટે લોંગ ટર્મ સ્થાયી વ્યવસ્થા કરવી પડશે. જરુરી છે કે પ્રોડક્ટિવિટી વધે, ઉત્પાદન ખર્ચ ઓછો થાય, ખેડૂતોને માર્કેટ અને યોગ્ય કિંમત મળે. આવી રીતે ખેડૂતોની આવક વધશે. પણ હાલ જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે તેમાંથી બહાર આવવા માટે રોકડા પૈસા આપવા જોઈએ. પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વધી જાય તો ખેડૂતોની ઘણી સમસ્યા ખતમ થઈ શકે છે. પ્રો. રામ બદન સિંહે ન્યૂઝ 18 સાથે આ વાતચીતમાં આ વાત કહી હતી.

રાષ્ટ્રીય કિસાન આયોગના પૂર્વ સદસ્ય રહેલા પ્રો. સિંહે કહ્યું કે નકલી બીજ અને કીટનાશકથી ખેડૂતોને વધારે નુકસાન થઈ રહ્યું છે. આ બંને બાબત ઠીક થઈ જાય તો ઉત્પાદન વધી શકે છે. છેલ્લા 15 વર્ષમાં સીડ બિલ (બીજ વિધેયક) અટકેલું છે. સરકાર તેને પાસ કરાવવા માટે તૈયાર દેખાતી નથી. સારું બીજ જ સારા પાકનો મૂળ આધાર છે. મારું તો માનવું છે કે એક વખત સીડ બિલ પાસ કરી દો તે પછી જરુરત પ્રમાણે તેમાં ફેરફાર કરતા રહો.

નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ (NAAS-National Academy of Agricultural Sciences) ના પ્રમુખ રહી ચૂકેલા પ્રો.સિંહ કહે છે કે હાલના સમયે 50 ટકા કીટનાશક નકલી છે. ખરાબ બીજ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે, આ મોટું નુકસાન છે. જો આપણે પ્રતિ હેક્ટર 5 ટન ઘઉં અને 6 ટન અનાજ ઉત્પન કરી લઈએ તો આવકમાં ઘણો વધારો થશે. જોકે આ માટે સરકારે સારા બીજ, ખાતર અને દવાઓ ઉપલબ્ધ કરાવવી પડશે.

ડબલિંગ ફાર્મર્સ ઇન્કમ કમિટીના રિપોર્ટ પ્રમાણે જર્મની પ્રતિ હેક્ટર આપણા કરતા લગભગ 3 ગણા ઘઉં વધારે ઉત્પન કરે છે. જેટલા ખેતરમાં ચીનનો ખેડૂત સાત ટન અનાજ ઉત્પન કરે છે. તેટલામાં આપણે ફક્ત 3.50 ટન પર અટકી જઈએ છીએ.
First published: April 23, 2020, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading